સુરતમાં બ્રેઈન ડેડ પાટીદાર યુવકે 4 લોકોને આપ્યું નવું જીવન, અમદાવાદની મહિલામાં હૃદય ધબક્યું

કોવિડ19ના (covid-19) લોકડાઉન (lockdown) પછી પશ્ચિમ ભારતમાં હૃદયદાન અને ટ્રાન્સપ્લાન્ટની સૌપ્રથમ ઘટના બની છે. લેઉવા પટેલ સમાજના બ્રેઈન ડેડ (Braindead) મહર્ષ હર્ષદભાઈ પટેલના પરિવારે હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. સુરતથી અમદાવાદનું ૨૮૦ કિ.મીનું અંતર ૯૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ૩૫ વર્ષીય મહિલામાં અમદાવાદની ખાતે કરવામાં આવ્યુ હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતના ચોરિયાંસી ખાતે આવેલ સરોલી ખાતે રહેતા અને ખેતી કામ કરતા પાટીદાર સમાજના 22 વર્ષીય મહર્ષ હર્ષદભાઈ પટેલ ગત તારીખ 3ના રોજ પોતાનું કામરાત્રે ૮:૦૦ કલાકે વિહાન ગામર્થી પોતાના ઘરે કારમાં પરત ફરી રહયો હતો ત્યારે વિહાન ગામ પાસે સાઈડ પર ઊભેલી ટ્રક સાથે અકસ્માતે પાછળથી કાર અથડાતા મહર્ષને માથામાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. જોકે આ યુવાને સારવાર માટે પહેલા નજીક્ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે આ યુવાની હાલત ગંભીર બનતા વધુ સારવાર માટે સુરત ખાતે ખસેવામાં આવ્યો હતો.

જોકે અહીં તબીબોની સારવાર બાદ એવું નિદાન થયું હતું કે તેના મગજમાં લોહીની ગાંઠ થઈ ગઈ છે. અને 9 જૂનના રોજ તબીબો દ્વારા આ યુવાનને તબીબો મહર્ષને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. જોકે હર્ષદભાઈના મિત્ર અને પાડોશી રમેશભાઈ પટેલ દ્વારા આવા સમયે પુત્રના અંગો ડેન કરવાની જાણકારી આપીને ડોનેટ લાઇફની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે આ ટીમ આવીને યુવાન પરિવારને અંગદાન (Organ donation) અંગેની જાણકારી આપી હતી અને આ અગનદાન ને લઈએં અનેક લોકોને નવું જીવન મળતું હોય છે તેવું સમજવા સાથે કપ્રયાસ કરવામાં આવતા મહર્ષના માતા – પિતાએ જણાવ્યું કે અમારો દીકરો બ્રેઈનડેડ છે.

તેમનું મૃત્યુ નિશ્ચિતજ છે ત્યારે શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા મહર્ષના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને ઓર્ગન નિષ્ફળતાના વધુને વધુ દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાને માટે તેવો આગળ આવશે તેવું જણાવતા તાત્કાલિક અગડં માટે ડોનેટ લાઈફ દ્વારા વૈવસ્ત કરવામાં આવી હતી જેમાં યુવાન શરીરના કિડની , લિવર અને હૃદયના દાન આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.

અમદાવાદની સિમ્સ હોસ્પીટલના ટીમે આવી હૃદયનુંદાન સ્વીકાર્યું હતું જોકે કિડની અને લિવરનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre ( IKDRC ) ટીમે આવી સ્વીકાર્યું સુરતની INS હોસ્પિટલથી અમદાવાદની સિમ્સ હોસ્પીટલ સુધીનું ૨૮૦ કિ.મીનું અંતર ૯૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ૩૫ વર્ષીય મહિલામાં કરવામાં આવ્યુ હતું. જોકે મહિલાને દશ વર્ષથી હૃદયની તકલીફ હતી અને તેના હૃદયનું પમ્પીંગ ૧૫થી ૨૦ ટકા જેટલુ હતું.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ જેમણે રાઉત્થાન અને યુવાનોના ઘડતરમાં મહત્વનું યોગદાન આપ્યું છે એવા જાણીતા સમાજ સેવક દિલીપભાઈ દેશમુખ આપવામાં આવ્યુ હતું જયારે બંને કિડની બે જરૂરિયાતમંદ દર્દીઓમાં સુરત એરપોર્ટ સુધીના ૧૩ કી.મીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની અને લિવર અમદાવાદની Institute of kidney Diseases and Research સુરત શહેર પોલીસ , સુરત ગ્રામ્ય પોલીસ ભરૂચ પોલીસ , બરોડા ગ્રામ્ય પોલીસ , આણંદ પોલીસ , અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેર પોલીસનો સહકાર અમદાવાદ ખાતે બાઈ રોડ પોહ્ચાડવામાં આવ્યુ હતું.

ગુજરાતમાંથી અત્યાર સુધી ૩૩ હૃદયના દાન થયા છે જેમાં સુરત માંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદયદાન કરાવવાની આ સત્તાવીસમી ધટના છે , જેમાંથી ૨૦ હૃદય મુંબઈ , ૪ હૃદય અમદાવાદ , ૧ હદય નવી દિલ્હી , ૧ હૃદય ચેન્નાઈ અને ૧ હૃદય ઇન્દોર ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૬૩ કિડની , ૧૪૭ લીવર , ૭ પેનક્રીઆસ , ૨૭ હૃદય , ૪ ફેફસાં અને ૨૬૬ ચક્ષુઓ કુલ ૮૧૪ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૪૯ વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો