સુરતમાં 24 કરોડની જમીન લખાવી લેવાના ત્રાસની સામે કરોડપતિ પાટીદાર આગેવાને કર્યો આપઘાત, રાંદેર PI સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા (Olpad Taluka)ના પાટીદાર અગ્રણી તેમજ કરોડપતિ ક્વોરી માલિક ( Quarry Owner)ના આપઘાત કેસમાં સુરતના રાંદેર પોલીસ મથક (Rander Police Station PI)ના પોલીસ ઇન્સ્પેક્ટર, રાઇટર, પોલીસ સ્ટાફ સહિત 11 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અડાજણની એક જમીન વિવાદમાં પાટીદાર અગ્રણી (Patidar Leader)એ આપઘાત કરી લીધો હતો. પાટીદાર અગ્રણીએ આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડન નોટમાં પોલીસ સહિત વિવિધ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુરતના અડાજણની જમીન વિવાદમાં ગતરોજ ક્વોરી માલિક દુર્લભ પટેલે ક્વોરીની ખીણમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આ મામલે હવે માંડવી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પાટીદાર અગ્રણીનો આપઘાત :
સુરત જિલ્લાના ઓલપાડની અલગ અલગ સહકારી સંસ્થાઓમાં સેવા આપનાર પાટીદાર આગેવાન તેમજ ક્વોરી ઉદ્યોગ સાથે જોડાયેલા દુર્લભભાઈએ માંડવી નજીકના ખંજરોલી ગામે આવેલી પોતાની જ ક્વોરીમાં આપઘાત કરી લીધો હતો. તેમની સુસાઇડ નોટ પ્રમાણે રાંદેરના પોલીસ ઇન્સ્પેક્ટર લક્ષ્મણસિંહ બોડાણા સહિત અન્ય પોલીસકર્મીઓ અને અન્ય માથાભારે લોકોએ તેમને કરોડો રૂપિયાની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ સુરતના રાંદેર ખાતે આવેલી સુર્યપૂર સોસાયટીમાં રહેતા હતા. તેઓએ પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી 10,218 ચોરસ મીટર જમીન તારીખ 17-03-14ના રોજ સ્ટાર ગ્રુપના માલિક કિશોરભાઈ કોસીયાના નામે એક સોદા ચીઠ્ઠી બનાવી હતી. આ જમીન બાબતે જમીન લેનાર વ્યક્તિને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી હતી. આ તમામ કેસ ઉકેલાયા બાદ જાન્યુઆરી, 2020માં રાંદેર પોલીસ સ્ટેશનના PIએ દુર્લભભાઈ તેમજ તેમના દીકરાને પોલીસ સ્ટેશન બોલાવીને દબાણ કરી જમીન બાબતે નોટરી કરી આપવાનું કહ્યું હતું. આ બાબતે રાતોરાત લખાણ કરાવી લીધું હતું.
જમીન મામલે લખાણ કરાવ્યા બાદ દુર્લભભાઈએ બાકીના નીકળતા પૈસા માંગ્યા હતા. આરોપીઓ આ પૈસા આપી રહ્યા ન હતા તેમજ તેમની સાથે ખરાબ વર્તન કરતા હતા. આ જ કારણે દુર્લભભાઈ છેલ્લા છ મહિનાથી તણાવમાં જીવી રહ્યા હતા. આખરે તેમણે તમામ લોકોના ત્રાસને કારણે જીવન ટૂંકાવી લીધું હતું. મૃતકના દીકરાએ આપેલી ફરિયાદ પ્રમાણે આ મામલે તેઓ તેમના પિતા સાથે પોલીસ કમિશનરને અરજી આપવા જવાના હતા. જોકે, પિતાએ એ પહેલા જ આપઘાત કરી લીધો હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે રાંદેરના પીઆઈએ તેમના પિતાને અનેક વખત ધાક-ધમકી આપી હતી.
આ 11 લોકો સામે નોંધાયો ગુનો
- લક્ષ્મણસિંહ બોડાણા (PI),
- કિરણસિંહ (રાઈટર),
- રાજુભાઈ લાખાભાઈ ભરવાડ (લસકાણા),
- હેતલ દેસાઈ (વેસુ),
- ભાવેશ કરમસિંહ સવાણી (કતારગામ),
- કનૈયાલાલ નરોલા (કતારગામ),
- કિશોર ભુરાભાઈ કોશિયા (અઠવા),
- વિજય શિંદે,
- મુકેશ કુલકર્ણી,
- અજય બોપાલા,
- રાંદેર પોલીસનો અન્ય સ્ટાફ
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

