સુરતમાં પત્નીને માસીના દીકરા સાથે થયો ‘પ્રેમ’, પતિને જાણ થતાં ચપ્પુના ઘા ઝીંકી માસીના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો

સુરતમાં (Surat) આડા સંબંધોના કારણે ફરી એકવાર હત્યાનો (Murder) બનાવ સામે આવ્યો છે. શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના જ માસીના દીકરાની હત્યા (Murder) કરી નાખી છે. જોકે, આ હત્યા પાછળનું કારણ પણ ચોંકવાનારું છે. પોતાની પત્ની (Wife) સાથે જ પ્રેમ કરવાનું પાપ કરનાર માસીના દીકરાની માસીના દીકરાએ જ હત્યા કરી નાખી છે. ઘટના બાદ પોલીસ (Surat Police) દોડી ગઈ છે અને મામલાની તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બનાવની વિગતો એવી છે કે પાંડેસરા ભકિતનગરમાં પત્નીના અફેરની જાણ પતિને થતાં ખૂની ખેલાયો હતો. માસિયાઇ ભાઇ સાથે થયેલાં પ્રેમના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. માસિયાઇ ભાઇને ચાકુના ઘા ઝીંકી દીધા હતા. સોમવારની મોડી સાંજે બનેલી ઘટના બાદ સ્થાનિક લોકોએ 108ની મદદથી ઇજાગ્રસ્તને નવી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો. જો કે તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે. જોકે પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. સુરતમાં હત્યાની વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં એક ભાઈએ બીજા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો યુપી ગોરખપુર જીલ્લાના ગોલા તાલુકાના બડહલગંજ ગામના વતની અને હાલ પાંડેસરા કૈલાશ ચોકડી પાસે આવેલી ભકિતનગરમાં રહેતા સતિષ નિશાદ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલાં સતિષનો માસીનો છોકરો અમરજીત નિશાદ સુરત આવ્યો હતો. ત્યારબાદ અમરજીત નિશાદ અને મુન્નીદેવીની આંખ મળી ગઇ હતી. બંને વચ્ચે પ્રેમ પાંગર્ળો હતો. બંને ઍકબીજાના ગળા ડુબ પ્રેમમાં હોવાની જાણ પતિ સતિષ નિશાદને થઇ હતી. જેના કારણે દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. તા.13મી સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે પત્નીના અફેરને લઇ સતિષે પાંડેસરા કૈલાશ ચોકડી પાસે અમરજીત સાથે ઝઘડો કર્યો હતો.

બંને વચ્ચે પ્રેમ પાંગર્ળો હતો. બંને ઍકબીજાના ગળા ડુબ પ્રેમમાં હોવાની જાણ પતિ સતિષ નિશાદને થઇ હતી. જેના કારણે દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. તા.13મી સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે પત્નીના અફેરને લઇ સતિષે પાંડેસરા કૈલાશ ચોકડી પાસે અમરજીત સાથે ઝઘડો કર્યો હતો. જોતજોતામાં સતિષે તેને ઉપરા છાપરી ચાકુના બે થી ત્રણ ઘા ઝીંકી દેતાં તે ફસડાઇ પડ્યો હતો.

આ જોઇને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને અમરજીતને સારવાર અર્થે નવિ સિવીલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયાં ટુંકી સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુ હતુ. પોલીસે સતીષની પત્ની મુન્નીદેવીની ફરીયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ હત્યા પ્રેમ પ્રકરણમાં કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો