લૉકડાઉનમાં કારખાનું બંધ રહેતા આર્થિક સંકડામણ અનુભવતા સુરતમાં વધુ એક યુવકે આપઘાત કર્યો

કોરોના વાયરસને લઈને લાંબા સમય સુધી ચાલેલા લૉકડાઉને ભલ-ભલાની હાલત બગાડી નાખી છે. આર્થિક ભીંસ લઇને લોકો હિંમત હારી રહ્યા છે. વરાછા વિસ્તારમાં રહેતા અને કાપડના મશીન ધરાવતા યુવાને લૉકડાઉનથી દેવું વધી જતાં પોતાના કારખાનામાં ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મૂળ અમરેલી જિલ્લાના અને હાલમાં વરાછા યોગીચોક વિસ્તારમાં શગુન રેસિડેન્સીમાં રહેતા સંજય ભીખાભાઇ કાપડિયા લિંબાયત વિસ્તારમાં કાપડના સંચા મશીનનું કારખાનું ચલાવતા હતા. જોકે, કોરોના વાયરસ લઇને ચાલેલા લાંબા લૉકડાઉન વચ્ચે સંજયભાઈ આર્થિક સંકડામણ અનુભવતા હતા. સાથે સાથે માથા પર દેવું વધી જતા સતત માનસિત તાણ અનુભવતા હતા.

ગતરોજ તે પોતાના કારખાને ગયા હતા, અહીં આવેશમાં આવીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. સંજયભાઈએ દવા પીને પોતાના પિતરાઈને પોતે ઝેરી દવા પીધાની જાણકારી આપી હતી. પિતરાઈએ પરિવારને જાણ કરતા પરિવાર કારખાને દોડી ગયો હતો. પરિવારે બેભાન હાલતમાં સંજયને ખાનગી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. અહીં તબીબોએ સંજયને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ દોડી આવી હતી. તપાસ કરતા પોલીસને જાણકારી મળી હતી કે લૉકડાઉન અંતર્ગત ઉદ્યોગ-ધંધા બંધ રહેતા સંજયે પણ પોતાનું કારખાનું બંધ રાખવાની ફરજ પડી હતી. જેથી તેને દેવું થઇ જતા તે સતત માનસિક તાણમાં રહેતો હતો. આ કારણે તેણે આપઘાત કરી લીધો હતો. સંજયે ભરેલા આપઘાતને પગલે તેના પુત્ર અને પુત્રીએ પિતાનું છત્ર ગુમાવવાનો વારો આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો