સુરતમાં હૃદય ધ્રુજાવી નાંખે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી: કળિયુગી જનેતા જ નવજાત બાળકી માટે બની ‘ભક્ષક’

ઉમરગામ સી.એચ.સી હોસ્પિટલમાં શનિવારે નવજાત શિશુનું ચાર જ કલાકમાં મોત થતા ડોક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ બાળકીના મૃતદેહને પીએમ મોટી સુરત સિવિલમાં મોકલાયો હતો. જ્યાં પેનલ પીએમ થતાં બાળકીનું ગળું દબાવવાથી શ્વાસ રૂંધાવાથી મોત થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. આથી પોલીસે મૃતક બાળકીની માતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, ઉમરગામ સાકેત નગર ખાતે રહેતા યુપીવાસી પરિવારની મહિલાને શુક્રવારના રોજ ઉમરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડિલિવરી માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીની નોર્મલ ડીલેવરી થતાં તેણીએ એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો.

જો કે, ચાર કલાકમાં આ બાળકીનું મોત થતા હાજર તબીબે બાળકીને ચેક કરતા બાળકીના ગળા ઉપર લાલાશ પડતા નિશાનો જોવા મળ્યા હતા. આથી ડોક્ટરને શંકા ગઈ હતી જેથી ડોક્ટરે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પ્રથમ તબક્કે ઉમરગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બાળકીની લાશને પીએમ મોટી સુરત સિવિલમાં મોકલી હતી. જ્યાં ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા બાળકીનું પીએમ કરાયું હતું.

પીએમ કરનાર તબીબોએ તારણ કાઢ્યું હતું કે, આ બાળકીનું ગળું દબાવવાથી શ્વાસ રૂંધાવાને કારણે મોત થયું છે. ઉમરગામ પોલીસે આ બનાવ સંદર્ભે બાળકીની માતા અનિતાદેવી ડિમ્પલ બાબુરામ બિંદ (રહે. સાકેતનગર, ગાંધીવાડી, મૂળ રહે. યુપી)ની પુછપરછ કરતા તેણીએ કહ્યું કે, બાળકીના નાક હોઠ અને ગળા ઉપર કંઈક ચોંટેલાનું જણાતા તેણીએ કાપડથી લુછી નાખ્યું હતું.

આમ બાળકીની માતાનું નિવેદન અને પ્રાથમિક પુછપરછ તથા પીએમ રિપોર્ટ પછી પોલીસે બાળકીના મોત પ્રકરણમાં માતા અનિતાદેવી સામે જ શંકા જતા તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. હાલ આ કેસની વધુ તપાસ સિનિયર પીએસઆઈ એડી મિયાત્રાએ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો