નોકરાણી રાખતા પહેલાં ચેતજો! સુરતના પોશ એરિયામાં આ મહિલાઓની કરતૂતો જાણી પોલીસ પણ ચોંકી ગઈ

સુરતના (Surat) સૌથી પોશ ગણાતા એવા વેસુ (Vesu) સિટીલાઇટ (City Light) વિસ્તારમાં નોકરાણી (Servant) તરીકે કામ પર લાગ્યા બાદ ચોરીને અંજામ (Theft) આપતી નેપાળી મહિલા ગેંગ ઘણા લાંબા સમયથી સક્રિય હતી. જોકે થોડા દિવસ પહેલા એક મકાનમાં ચોરી થયા બાદ પોલીસે (Police) આ દિશામાં તપાસ શરૂ કરી હતી અને ખાસ કરીને રસ્તા ઉપર લાગેલા સીસીટીવીની (CCTV) મદદથી બંને નોકરાણી ઓને ચોરીના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પૂછપરછમાં એક તબક્કે મહિલાની વાતો સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરત શહેરના સૌથી પોશ ગણાતા એવા સિટીલાઇટ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી નોકરાણી તરીકે કોઈ વ્યક્તિના મકાનમાં લાગ્યા બાદ મહિલા દ્વારા આ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો.

જોકે ચોરીની ઘટનામાં નેપાળી મહિલાઓ હોવાની પોલીસને વિગત મળી..આ ઉપરાંત ગત 4 તારીખે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા અભિષેક બંગલો ના 1 મકાનમાં બે મહિલાઓ નોકરાણી તરીકે કામે લાગ્યા બાદ મકાનમાંથી ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.

જોકે દોઢ એક લાખ રૂપિયાની મત્તાની ચોરી થયા બાદ પોલીસે આ દિશામાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી ત્યારે ખાસ કરીને પ્રાર્થના તથા citylight ના રસ્તામાં આવતા તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે મહિલાઓ આર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

આ બંને મહિલાઓની તપાસમાંથી અન્ય મકાનોમા ચોરી કર્યાની વિગતો પણ સામે આવી શકે છે. આ તમામ વિગતોના આધારે પોલીસે મૂળ પથરીયા -૨, થાના. કૈલાલી જી.કલાલી ( નેપાલ ) અને હાલમાં ગૌરીશંકર સોસાયટી, પનામાં ગામ સુરત તથા અમરતલાવાડી, કતારગામ. સીતા ઉર્ફે સીતલી રતન વિશ્વાકર્મા, જવરસીંગ વિશ્વકર્મા જયારે પથોરીયા -૨, થાના. કૈલાલી જી.કેલાલી ( નેપાલ ) અને હાલમાં, ગૌરીશંકર સોસાયટી, પનાસ ગામ સુરત તથા અમરતલાવાડી, કતારગામ માં રહેતી રીમા ઉર્ફે તારા બલ બહાદુર વિશ્વાકર્મા, ગૌપાલ ઉર્ફે રણસીંગ વિશ્વાકર્મા ઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મહિલાઓની પૂછપરછ કરતાં મહિલા નોકરીના નામે જુદા જુદા મકાનોમાં નોકરી પર લાગ્યા બાદ ચોરી કરતી હતી અને આ મહિલા પકડાયા બાદ અને ગુનાઓના ભેદ ઉકેલાયા છે ખાસ કરીને નોકરાણીના નામે નોકરી પર લાગ્યા બાદ ચોરી કરતી હોવાથી પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત આ ગેંગમાં કોણ કોણ સંડોવાયેલું છે આ મહિલાઓએ ક્યાં ક્યાં ચોરી કરી છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો