સુરતમાં અનોખા લગ્ન : લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતા ઉપસ્થિત રહેશે, સંસ્કૃત ભાષામાં કંકોત્રી

સાંભળીને આશ્ચર્ય થશે કે સુરતમાં થનાર એક અનોખા લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતા ઉપસ્થિત રહેશે. સુરત શહેરના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો અત્યાર સુધી આવા કોઈ લગ્ન થયા નથી. જેમાં ગાય માતાને બોલાવવામાં આવી હોય. એટલું જ નહીં આ ગાયની સાક્ષીમાં વર-વધુ લગ્નગ્રંથિથી પણ જોડાવાના છે. આ વૈદિક લગ્ન માટે સંસ્કૃતમાં આમંત્રણ પત્રિકા લખવામાં આવી છે. જ્યારે ગાય સાથે વરઘોડો અને ગાયની સાક્ષીમાં વર-વધુ સમગ્ર વિધિ કરવાનો નિર્ધાર કરાયો છે.

સંસ્કૃત ભાષામાં કંકોત્રી

આ અનોખા લગ્નની કંકોત્રી પણ આશ્ચર્ય પમાડે તેવી છે. કારણ કે કંકોત્રી સંસ્કૃત ભાષામાં લખાયેલી છે. ભટાર રોડ પર અમૃતકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ રાજસ્થાનના રામપાલ ગાડોદિયાના પુત્ર રોહિત કુમાર અને વેસુમાં રહેતા મદનલાલ તોડીની પુત્રી અભિલાષા 3 ફેબ્રુઆરીએ લગ્નના તાંતણે બંધાશે.

વૈદિક પરંપરાનો અમલ કરવાનો લીધો સંકલ્પ

રોહિત કુમાર બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પીએચડી કરી રહ્યા છે. અને અભિલાષા સીએ છે. રામપાલ અને મદનલાલ બંને વર્ષોથી સારા મિત્રો હોવા ઉપરાંત ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. બંનેના પુત્ર અને પુત્રી લગ્નજીવનમાં પગલું માંડી રહ્યા છે. ત્યારે બંને પરિવારોએ લગ્ન સમારોહ થકી ભારતીય સંસ્કૃતિનું જતન અને વૈદિક પરંપરાનો અમલ કરવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત ગાય માતાની સાક્ષીમાં વૈદિક રીતે સંગીતમય પાણીગ્રહ વિધિ કરાશે. એટલું જ નહીં લગ્નમાં સિંગલ પ્લાસ્ટિક યુઝની સાથે સાથે માટીના 5000 ગ્લાસ રહેશે.

પાંચ પાનાની પત્રિકા

આગામી ૩ ફેબ્રુઆરીએ યોજાનારા લગ્ન સમારોહ માટે બે ગાય માતા અને એક વાછરડા સાથે વરઘોડો કાઢવામાં આવશે. પાર્ટી પ્લોટની સો મીટર દૂરથી ગાય માતા અને વાછરડાને વરઘોડામાં સામેલ કરાશે. લગ્ન મંડપમાં ગાય માતા અને વાછરડાના પ્રવેશ બાદ જ વરરાજાનો પ્રવેશ કરાવામાં આવશે. ઉપરાંત મહેમાનોને આમંત્રણ માટે સંસ્કૃત ભાષામાં પાંચ પાનાની લગ્ન પત્રિકા લખવામાં આવી છે. કાગળનો વ્યય અટકાવવા માટે ડિજિટલ પત્રિકા થકી પણ મહેમાનોને આમંત્રણ અપાયું છે.

31 બ્રાહ્મણો દ્રારા પાણી ગ્રહણ વિધિ કરાશે

આ અંગે વરરાજા રોહિત ગાડોડિયાએ જણાવ્યું હતું કે, આજની યુવાપેઢી ભારતીય મૂળની વૈદિક પરંપરાને લગ્ન આયોજનમાં વિવિધ પ્રકારના સંકલ્પ સાકાર કરાયા છે . ગાયની સાક્ષીમાં અને વૈદિક રીતે 31 બ્રાહ્મણો દ્વારા પાણી ગ્રહ વિધિ કરાશે. પાણી ગ્રહ વિધિ વેળાએ એક મંડપમાં ગાય માતાની હાજરી રહેશે. આ સિવાય રાજસ્થાની સમાજમાં રાત્રે લગ્ન થાય છે તેની જગ્યાએ સાંજે લગ્નનું આયોજન કરાયું છે. ઉપરથી મરાઠી સમુદાયમાં અક્ષતા વિધિ કરાઈ છે. રાજસ્થાન સમાજમાં આ વિધિ થતી નથી, પરંતુ પરિવાર દ્વારા આ વિધિ કરવાનો નિર્ણય કરાયો છે.

ગીતમાં નવું શું છે ?

એક તરફ જ્યાં લોકો લગ્નમાં ફિલ્મી ગીત વગાડતા હોય છે ત્યારે આ વર-વધુના લગ્નમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક ગીતો સાંભળવા મળશે. એટલું જ નહીં લગ્નમાં ચાંદલામાં મળનાર રકમ રાષ્ટ્ર માટે કાર્ય કરનારી સંસ્થાઓને અર્પણ કરાશે. અન્ય યુવાઓની જેમ આ બંનેએ પ્રી-વેડિંગ શૂટિંગ અને અન્ય ખર્ચાઓ પણ નથી કર્યા. લગ્નનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને વૈદિક લગ્ન અંગે લોકોને જાગૃત કરવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો