સુરતમાં ફાઈટર ગેંગે ખેલ્યો ખુની ખેલ! યુવકને જાહેરમાં પતાવીં દીધો, પોલીસ પુત્રની સંડોવણીની ચર્ચા

સુરત શહેરમાં મતદાન પૂર્વે મધરાત્રે એક યુવકની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. ઉગત રોડ ઉપર મધરાત્રે બે મિત્રો પર 15-20ના ટોળાએ ઘાતકી હુમલો કરી એકને પતાવી દીધો હતો. જ્યારે બીજાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જમીન દલાલ અને જિમના માલિક ઉપર થયેલા હુમલા પાછળ જમીન કે રૂપિયાની લેતીદેતી હોવાની આશંકા છે. એટલું જ નહીં પણ મૃતક સુનિલ અને મોત સામે લડી રહેલા જીજ્ઞેશ ઉપર હુમલો કરનાર માસ્ટર માઈન્ડ ફાઈટર ગ્રુપના માણસો હોવાની વાત સામે આવી રહી છે. જોકે, હાલ પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસના ગુના હેઠળ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

અમરોલી વિસ્તારમાં આવેલી ઓમ રેસિડેન્સીમાં સુનિલ પોતાના પરિવાર સાથે રહે છે અને જિમ ચલાવી પરિવારનું ગુજરાન કરતો હતો. શનિવારની રાત્રે મહેમાન આવ્યા હતા જેમની સાથે રાત્રીનું ભોજન ચાલી રહ્યું હતું. તે દરમિયાન મિત્ર જીજ્ઞેશનો વારંવાર ફોન આવતો હતો. ભોજન બાદ ફોન રિસીવ કરતા જીજ્ઞેશે સુનિલને તાત્કાલિક જહાંગીરપુરા બોલાવ્યો હતો. મારી મગજ મારી ચાલે છે એમ કહેતા સુનિલ મહેમાનોની ગાડીમાં જહાંગીરપુરા ચાલી ગયો હતો.

કારમાં બીજો એક અન્ય યુવાન પણ હતો. ઉગત નજીક કાર ઉભી રાખી સુનીલ અને જીજ્ઞેશ બહાર નીકળી વાતો કરી રહ્યા હતા. દરમિયાન 15-20 જણાનું ટોળું બન્ને પર તૂટી પડ્યું હતું. ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી કારમાં જીવ બચાવી સંતાઈ ગયેલા યુવાન પર હુમલો કરવા હુમલાખોરોએ કારમાં તોડફોડ કરી ભાગી ગયા હતા. ગણતરીની મિનિટોમાં બન્ને મિત્રો પર થયેલા જીવલેણ હુમલાને જોનાર રાહદારીઓએ 108ને જાણ કરી હતી.

108માં બન્નેને સિવિલ લઈ આવતા સુનિલને મૃત જાહેર કરાયો હતો. જ્યારે જીજ્ઞેશને તાત્કાલિક વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જો કે સુનિલને પીઠ, છાતીના ભાગે 7-8 ઘા મરાયા હતા. જ્યારે મોત સામે લડી રહેલા જીજ્ઞેશને 10થી વધુ ઘા મરાયા છે.

આ હુમલા પાછળ રવિ ફાઈટર ગેંગના માણસો હોવાનું જાણવા મળ્યું છે. જમીન કે રૂપિયાની લેતીદેતીમાં હુમલો થયો હોવાનું કહી શકાય છે. હુમલાને નજરે જોનાર વ્યક્તિએ ત્રણની ઓળખ કરી છે. જેમાં એક પોલીસ પુત્ર હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. હાલ પોલીસ તમામ હત્યારાઓની શોધખોળ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો