સુરતમાં સ્મશાન માંથી મીડિયા આંકડા ન લઇ જાય તે માટે મનપા દ્વારા સિક્યુરિટી ગોઠવાઇ!
રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેવામાં પણ હવે અમદાવાદ બાદ સૌથી વધુ કેસ સુરતમાં નોંધાઇ રહ્યા છે. તો કોરોનાથી મૃત્યુ પણ અમદાવાદ બાદ સૌથી વધુ થયા છે. સુરતમાં સરકારી આંકડા અનુસાર કોરોનાથી 232 દર્દીના મોત થયા છે. જોકે સુરતમાં દર્દીઓના મોતને લઇને વિવાદ સર્જાયા હતા. તેવામાં હવે સુરતના સ્મશાન પર જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. શું મૃતકોના આંકડા છુપાવવાના થઇ રહ્યા છે પ્રયત્નો?
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અશ્વની કુમાર, ઉમરા અને જહાંગીરપુરા સ્મશાન ગૃહ પર સિક્યુરિટી
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દોડતું થયું છે. જયંતિ રવિ બાદ ACS પંકજ કુમાર સુરતની મુલાકાત છે. સુરતમાં નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા યુદ્વના ધોરણે તૈયારી થઇ રહી છે. વરાછા અને કતારગામમાં પાનના ગલ્લાઓ બંધ રાખવા આદેશ અપાયા છે. તો ડાયમંડ માર્કેટ પણ બંધ રાખવા માટે આદેશ કરાયો છે. જ્યારે ટેક્સટાઇલ્સ માર્કેટ બંધ રાખવા વેપારીઓએ નિર્ણય લીધો છે. ત્યારે સુરતમાં હજુ પણ કોરોનાથી થતા મૃત્યુની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેવામાં હવે મનપા દ્વારા મૃતકોના આંકડો છુપાવવાના પ્રયાસો થઇ રહ્યા હોવાનું લાગી રહ્યું છે.
કારણ કે પત્રકારો સ્મશાન ભૂમિ પરથી સીધા મૃતકોના આંકડા મેળવતા હોય છે. જોકે હવે જો કે, પત્રકારોને અટકાવવા માટે પાલિકા દ્વારા સ્મશાન ભૂમિના ગેટ પર પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં છે. આ જવાનો પત્રકારોને અંદર જતા અટકાવતાં હોવાનું પણ સામે આવ્યું છે. પાલિકા દ્વારા અશ્વિનીકુમાર સ્મશાનભૂમિ, ઉમરા અને જ્હાંગીરપુરા સ્મશાનભૂમિ ખાતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મનપા દ્વારા મૃતકોની યાદી 2 વખત કરાય છે જાહેર
મનપા દ્વારા 7 વાગ્યા આસપાસ એક યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં 4થી 6 મૃતકોની યાદી એકંદરે જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ બીજી યાદી 10 વાગ્યા આસપાસ જાહેર કરવામાં આવે છે. જેમાં છેલ્લા કેટલાક દિવસથી અંદાજે 8થી 10 જેટલા મૃતકોની યાદી જાહેર કરાય છે. મનપા દ્વારા મૃતકોના આંકડા 2 કલાકના અંતરે જાહેર કરવા મુદ્દે પણ અગાઉ સવાલો ઉઠ્યાં છે ત્યારે હવે સ્મશાન ભૂમિમાં પત્રકારોને અટકાવવા મુદ્દે પાલિકા દ્વારા આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના સવાલો ઉભા થયા છે.
હાલ સુરતમાં શું છે કોરોનાની સ્થિતિ?
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 236 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 173 અને સુરત જિલ્લામાં 63 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 8,642 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 223 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 5,538 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 5 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં 230 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે હાલ 2871 કેસ એક્ટિવ છે.
રાજ્યમાં 15 જુલાઇના રોજ 925 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 925 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 44,648 પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 791 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 31,346 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 10 દર્દીના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 2,081 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

