કોરોનાના કહેર વચ્ચે સુરત મનપાની ઘોર બેદરકારી, લાખોના વેન્ટિલેટર કચરો ભરવાના વાહનમાં ખુલ્લા લઈ જવામા આવ્યા

સુરત જિલ્લામાં કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાતા વેન્ટિલેટરની જરુરિયાત વધી છે ત્યારે રાજ્ય સરકારના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા.

વેન્ટિલેટરની હેરફેર દરમિયાન ગંભીર બેદરકારીરાજ્યના આરોગ્ય વિભાગના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 9 વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા. સુરત મનપા તરફથી વેન્ટિલેટર લેવા માટે જે વાહન મોકલવામા આવ્યું હતું તેને લઈ સવાલો ઉઠ્યા છે. મનપામાં કચરો ઉપાડવા માટે જે ટેમ્પાનો ઉપયોગ કરવામા આવે છે તે ટેમ્પો વેન્ટિલેટર લેવા માટે મોકલ્યો હતો. આ ટેમ્પોમાં જ વેન્ટિલેટરને પેક કર્યા વગર જ સુરત રવાના કરવામા આવ્યા હતા.

રાજ્યના આરોગ્ય વિભાગના આદેશ મુજબ વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત મનપાને વેન્ટિલેટર મોકલી આપવામા આવ્યા છે, હાલ વલસાડ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું, વલસાડ સિવિલ હોસ્પિટલમાં હાલ 34 વેન્ટિલેટર રાખવામા આવ્યા છે.

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 67865 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1196 થયો છે. ગત રોજ 687 લોકોને સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી.અત્યાર સુધીમાં કુલ 62919 લોકો કોરોનામાંથી સાજા થઇ ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં કુલ 3750 એક્ટિવ કેસ છે.

સિવિલ હોસ્પિટલ કોવિડ-19 માં 260 વેન્ટિલેટર છે એની સાથે બીજા 45 એક્સ્ટ્રા છે એટલે 305 વેન્ટિલેટર છે. બીજા 100 વેન્ટિલેટર કિડની હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને દાખલ કરવા આયોજન સાથે માગ્યા છે. કિડની હોસ્પિટલના બે ફ્લોરમાં 200 દર્દીઓ માટે તૈયારી શરૂ કરાઇ છે. રોજના 23.4 હજાર લીટર ઓક્સિજનનો વપરાશ થાય છે. રોજ ઓક્સિજન ભરેલું ટેન્કર મગાવું પડે છે. મેડિસિન ઇમરજન્સી મેડિસિન, રેસ્પીરેટરી મેડિસિન સહિત 54 સિનિયર ડોક્ટરો તમામ કામગીરી પર નજર રાખી રહ્યાં છે.

વલસાડથી સુરત કચરાની ગાડીમાં વેન્ટિલેટર મોકલાયા હોવાના મામલાની ગંભીરતા સમજી કલેકટર તપાસના આદેશ આપ્યા છે. વલસાડ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી આરોગ્ય વિભાગની મીટીંગમાં આ મુદ્દે ગાજ્યો હતો. કલેકટરે તાત્કાલીક તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો