સુરતમાં ત્રણ વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી માતાએ પણ આપઘાત કર્યો

સુરત શહેરમાં આપઘાત (Suicide)નો એક બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં એક મહિલાએ પોતાના ત્રણ જ વર્ષના માસૂમ દીકરાને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી નાખી હતી. જે બાદમાં પોતે પણ આપઘાત (Suicide) કરી લીધો છે. સુરત પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે પરંતુ આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી. પોલીસે મહિલા તેમજ તેના દીકરાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. એક માતાએ ત્રણ વર્ષના ફૂલ જેવા સંતાનને મોતને ઘાટ ઉતારીને આપઘાત કરી લીધો છે ત્યારે માતાની એવી તો શું મજબૂરી રહી હશે તેણીએ આવું આત્યાંતિક પગલું ભર્યું હશે તેની ચર્ચા જાગી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારના સવજી કોરાટ બ્રિજ પાસે આવેલી રુક્ષ્મણી સોસાયટીમાં આ બનાવ બન્યો હતો. જ્યાં શિતલબેન ધડુકે પોતાના ત્રણ વર્ષના દીકરા પાર્થીવને ઝેરી દવા પીવડાવી દીધી હતી. જે બાદમાં પોતે પણ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી.

દીકરાને ઝેરી પીણું પીવડાવી ઓશિકાથી મોઢું દબાવી દીધું

આ મામલે કાપોદ્રા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મૃતક શિતલબેને (ઉં.વ.34) પહેલા તેના ત્રણ વર્ષના દીકરા પાર્થીવને કોઈ ઝેરી દવા પીવડાવી દીધી હતી. જે બાદમાં કપડા અને ઓશિકા વડે તેનું મોઢું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદમાં તેણે પણ ઝેરી દવા પી લીધી હતી. આ મામલે કાપોદ્રા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો