સુરતમાં વ્યાજખોરોનો આતંક, વ્યાજ ન ચૂકવી શકનાર યુવક અને પરિવારને જાહેરમાં ફટકાર્યાં, ઘટના સીસીટીવીમાં કેદ
શહેરના વરાછા વિસ્તારમાં રહેતા યુવકને 30 હજાર 10 ટકાના વ્યાજે લેવાના ભારે પડ્યા છે. યુવકે કોરોના વાયરસના કહેર પહેલા આ રૂપિયા વ્યાજે લીધા હતા. લૉકડાઉન વચ્ચે યુવક વ્યાજ ન ચૂકવી શકતા વ્યાજખોર યુવાનને ઘરે પહોંચી ગયા હતા અને યુવકને પરિવારના સભ્યો સામે જ માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. જેના આધારે વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કોરોના વાયરસના લૉકડાઉન વચ્ચે લોકોની હાલત ખરાબ હોવાને લઇને લોકો એકબીજાને મદદ કરતા જોવાં મળ્યાં છે. આજે એક યુવાનને કેટલાક લોકો બેરહમીપૂર્વક માર મારી રહ્યાનો વીડિયો સમયે આવ્યો છે. આ યુવાન સાથે તેના પરિવારના સભ્યોને પણ જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. આ મારામારી પાછળ સુરતમાં ચાલી રહેલો વ્યાજખોરીનો ધંધો જવાબદાર છે.
સુરતના વરાછા વિસ્તારમાં રીવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા યુવરાજસિંહ રામભાઇ પરમાર ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરિવારમાં રૂપિયાની જરૂર હોવાથી તેમણે વ્યાજખોરો પાસેથી 30 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. જોકે, રૂપિયા લીધા બાદ લૉકડાઉન આવી જતા ડાયમંડ ઉધોગ બંધ થઈ ગયો હતો.
આ કારણે યુવક વ્યાજ ચૂકવી શક્યો ન હતો. લૉકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે ત્યારે હજુ ઉદ્યોગ શરુ થાય એ પહેલા વ્યાજખોરો આ યુવાનને ત્યાં ઘસી આવ્યા હતા. લૉકડાઉન દરમિયાન વ્યાજ ન મળતા વ્યાજખોરોએ યુવાને જાહેરમાં બેરહમીપૂર્વક માર માર્યો હતો.
ઘટનાએ પગલે યુવાનને બચાવવા માટે દોડી આવેલા પરિવારને પણ આ વ્યાજખોરોએ માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. જેને લઇને યુવાને વ્યાજખોર નિકુંજ દેસાઇ તેનાભાઈ, અપ્પુ, જલો આહીર અને નિકુંજના મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે. વરાછા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

