સુરતમાં બહેનેજ બહેનનો સંસાર વિખેર્યો: સગીરા જીજાજી સાથે ભાગી ગઇ! ‘પહેલે જીજાજી થે અબ પતિ હે, મેં શારીરિક સંબંધ ભી બના ચુકી હું’

સુરત શહેરમાં (Surat) શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 10માં ભણતી બહેને પોતાની (Minor girl) જ મોટી બહેનનો સંસાર ભાંગી નાંખ્યો છે. શહેરનાં સચિન વિસ્તારમાં રહેતી નાની બહેન રોજ પોતાના જીજાજી સાથે વીડિયો કોલિંગમાં (video calling) વાતો કરતી હતી. તે દરમિયાન તેમના વચ્ચે સંબંધ (affire) પાંગર્યો હતો. જે બાદ બિહારમાં રહેતો જીજાજી સુરત આવીને સગીરાને ભગાડી ગયો. આખો દિવસ દીકરી ન દેખાતા માતાપિતાએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે જાણમાં આવ્યું કે, સાળી અને જીજાજી ભાગી ગયા છે. મોટી બહેનને બે બાળકો છે. હાલ તેઓ ત્રણેવ જણ પિતાનાં ઘરે જ રહે છે. હાલ પોલીસ સાળી અને જીજાજીને બેંગ્લોરથી પકડી લાવ્યાં છે. સગીરાએ સેંથામાં સિંદુર પણ કર્યું હતું. તેણે જણાવ્યું કે, તે પહેલા મારા જીજાજી હતા હવે મારા પતિ છે. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાઇ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

‘મેં ને ભાગ કર અપને જીજાજી સે શાદી કર લી હે’
એક સમાચારપત્રનાં અહેવાલ પ્રમાણે, બેંગ્લોરથી ઝડપાયેલા બંનેને સુરત લવાયા બાદ સગીરાની શારિરીક તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યારે તેણે તબીબને કહ્યું હતું કે, ‘મેં ને ભાગ કર અપને જીજાજી સે શાદી કર લી હે, હમ રોજ મોબાઈલ પર વીડિયો કોલિંગ સે બાત કરતે થે, મુજે બહુત અચ્છા લગતા થા, બસ મેં ઉનકે બીના નહિ રહ શકતી ઔર મેં ભાગ ગઇ. મે ઉનકે સાથ શારીરિક સંબંધ ભી બના ચુકી હું.’

‘નાની બહેન ઘરમાં બધાની લાડકી હતી’
આ અંગે સગીરાનાં ભાઇએ જણાવ્યું કે, નાની બહેન ઘરમાં બધાની લાડકી છે. પિતાની બુટ-ચપ્પલની દુકાન છે અને હું એમ્બ્રોડરીનો કારીગર છું. જેથી આખો દિવસ અમે લોકો ઘરની બહાર હોઇએ છીએ, જેથી ઘરે મમ્મી અને નાની બહેન જ હોય છે. મોટી બહેનના બિહારમાં લગ્ન થયા છે, અને તેને બે બાળકો છે. એક દિવસ અચાનક મોટી બહેનનો ફોન આવ્યો ત્યારે ખબર પડી કે, જીજાજી સાળીને ભાગડી ગયો. જીજાજી એ જ બહેનને ફોન કરીને કહ્યું હતું કે, હું તેરી બહેન કો, લે કે જા રહા હું. ત્યારે ખબર પડી કે, જીજાજી સુરત આવ્યા હતાં મારી નાની બહેનને ભગાડી ગયા છે.

ફરીથી મોટી બહેનને ફોન આવ્યો
જે બાદ અમે મોટી બહેનનાં કહ્યાં પ્રમાણે, પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, બંનેની કોઇ ભાળ મળતી ન હતી. 20 દિવસ પછી ફરીથી જીજાજીનો ફોન બહેન પર આવ્યો અને કહ્યું કે, અમે લગ્ન કરી લીધા છે. જે બાદ પોલીસે તે ફોનનું લોકેશન શોધતા તે બેંગાલૂરી બતાવ્યું. જે બાદ પોલીસે ત્યાં જઇને તે બંનેને સુરત લઇ આવ્યાં હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો