સુરતમાં લીલુડાં તોરણે દીકરીઓની વિદાયઃ 21 યુગલોએ પાડ્યા પ્રભુતામાં પગલાં

વીર બજરંગ સેવા સમિતિ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. લીલુંડા તોરણે દીકરીની વિદાય નામના સમૂહ લગ્નોત્સવમાં 21 નવદંપતી પ્રભુતામાં પગલા પાડ્યા હતાં.યોગીચોક સ્થિત આનંદ ફાર્મ ખાતે જાનકી જીવદયા ટ્રસ્ટ અને મારૂતિ યુવક ધૂનમંડળ ચામુંડનગરના સહયોગથી આ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.

વરાછા વિસ્તારમાં યોજાયેલા સમૂહ લગ્નમાં કરિયાવરમાં અપાઈ 108 વસ્તુઓ

સમૂહ લગ્નમાં સામાજિક જાગૃતિ ફેલાવાઈ

સમૂહ લગ્નની સાથે સાથે બેટી બચાવો, આત્મહત્યા નહીં કરીએ, પર્યાવરણનું જનત કરીશું જેવા સંકલ્પો પણ લેવડાવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નિખીલ વંકાણીએ જણાવ્યું હતું કે, આ લગ્નમાં દાતાઓ દ્વારા અપાયેલ કરિયાવરની 108 જેટલી વસ્તુઓને કન્યાઓને કરિયાવર પેટે આપવામાં આવી હતી. ધૂમધામથી યોજાયેલા લગ્નમાં નવદંપતીઓને આશિર્વાદ આપવા માટે સાધુ સંતો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો