સુરતમાં ગુપ્તદાનની અનોખી ઘટના: એક કિલો લોટના પેકેટની અંદરથી નીકળ્યા પંદર હજાર રૂપિયા, આવા ૧૦૦૦ જેટલા લોટના પેકેટ જરૂરિયાતમંદોને વહેચાયા

જમણો હાથ આપે અને ડાબા હાથને ખબર પણ ન પડે એ દાન. ભારતીય સંસ્કૃતિમાં ગુપ્તદાનનો અનોખો મહિમા વર્ણવાયો છે. ગુપ્તદાનની આવી જ એક અનોખી ઘટના રાંદેરના ગોરાટ વિસ્તારમાંથી બહાર આવી છે. કોરોના હોટસ્પોટ તરીકે જાહેર કરાયેલા ગોરાટમાં એક કિલો લોટ મળશે, જરૂરિયાતમંદો લઇ જાય.. એવી જાહેરાત કરતી ટ્રક ફરી રહી હતી. જેઓ ખરેખર ભૂખ્યા હતાં તેઓ લોટ લેવા ગયા હતાં. ઘરે જઇ લોટની થેલી ખોલી તો તેમાંથી રોકડા ૧૫ હજાર નીકળતાં તેઓની આંખમાં ઝળઝળિયા આવી ગયા હતાં.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

કોરોનાને નાથવા જાહેર કરાયેલા લોકડાઉનમાં મધ્યમવર્ગ અને શ્રામિકો, કામદારોની હાલત સૌથી કફોડી બની છે. આ સમયના માર્યા ગરજવાન બનેલા આ વર્ગને શહેરમાંથી મદદ પણ મળી રહી છે. શહેરમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા રસોડા શરૂ કરાયા છે. શેરી, મહોલ્લા, એપાર્ટમેન્ટમાં તૈયાર કરાતા ફૂડપેકેટથી ઘરે બેસવા મજબૂર બનેલાઓનું પેટ ભરાઇ રહ્યું છે. શહેરમાં ચોતરફ દાનવીરોની દોડાદોડી જોવા મળી રહી છે. જો કે બહુધા કિસ્સાઓમાં ચાર આનાની સેવા બાર આનાની શોબાજી જેવા દ્રશ્યો જોવા મળે છે. ફૂડપેકેટ આપનારાઓના ચહેરા ઉપર સેવાનો સંતોષ કરતાં તે લેનારના ચહેરા ઉપરની લાચારી વધુ આકરી લાગે છે.

આ પણ વાંચજો – લોકડાઉનમાં ગરીબની પરિસ્થિતિ જોતા ડૉક્ટરે મફત ડિલિવરી કરાવી આપી, તેમની નબળી આર્થિક પરિસ્થિતિ જોતા ત્રણ મહિનાનું રાશન પણ ભરાવી આપ્યું

આવી સ્થિતિ કોઈ સંજોગો વચ્ચે અનોખી ઘટના રાંદેરના ગોરાટ વિસ્તારમાંથી બહાર આવી છે. કોરોના રેડ ઝોનમાં મૂકાયેલા આ વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ સહાય સામગ્રી સાથે એક ટ્રક પ્રવેશી હતી. ટ્રકમાં બેસેલો સજ્જન મૃદુ ભાષામાં એક કિલો લોટનું પેકેટ મળશે, જેને જરૂર હોય એ લઇ જાઓ એ પ્રકારની જાહેરાત કરતો હતો. એક કિલો લોટ ચાર પાંચ વ્યક્તિના પરિવારમાં માંડ બે ટંક ચાલતું હોય છે. આટલી ઓછી માત્રામાં લોટ આપવાનો અને એમાં પણ માઇકમાં જાહેરાત કરી બોલાવવાના એ વાતે ઘણાંને અચરજ થયું હતું, તો કેટલાકે ભવાં ચઢાવ્યા હતાં.

આ ટ્રક થોડા થોડા અંતરે ઊભી રહેતી અને એ સજજન એક કિલો લોટની જાહેરાત કરતાં હતાં. આ ટ્રક પાસે કોઇ લાંબી લાઇન લાગી ન હતી. જેમને ખરેખર જરૂર હતી એવા વ્યક્તિઓ જ લોટ લેવા આવતાં હતાં. ટ્રકમાં લગભગ ૮૦૦ થી ૧૦૦૦ જેટલા લોટના પેકેટ હતાં. ગોરાટ વિસ્તારમાં આ પેકેટ આપી ટ્રક રવાના થઇ ગઇ હતી. જો કે થોડા સમય બાદ આ રોડ ઉપર ભારે ચહલપહલ જોવા મળી હતી. બહાર આવી ટ્રક શોધનારા અને એની ચર્ચા કરનારા લોકો લોટ લઇ ગયા એ હતાં. ભારે કોલાહલ વચ્ચે વાત એવી બહાર આવી હતી કે એક કિલો લોટના પેકેટમાં પંદર હજાર રૂપિયા પણ મૂકવામાં આવ્યા હતાં. આ હતું ગુપ્તદાન. કોણ વહેંચી ગયું, ક્યાંથી આવ્યું કોઇને કશી ખબર ન પડી. આજે ત્રણ દિવસ પછી પણ ગોરાટમાં આ વાતની ચર્ચા અકબંધ રહી છે. ખાસ કરીને સહાય સામગ્રીના ટેમ્પો સાથે આવતાં કેમેરાને જોઇ ગરજાઉ લોકોની આંખ એ ટ્રકને યાદ કરી ભીની થઇ જાય છે.

શ્રાીમદ્ ભગવત ગીતામાં દાનના ત્રણ પ્રકારો બતાવ્યા છે.

(૧) સાત્વિક દાન (૨) રાજષિક દાન (૩) તામસિક દાન.

યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ જરૂરિયાતવાળી વ્યક્તિને નિષ્કામભાવે આપવામાં આવેલું દાન છે તે સાત્વિક દાન કહેવાય છે, કોઇ પ્રયોજન સાથે વિશિષ્ટ પ્રકારના ફળની આશા રાખીને આપવામાં આવેલુ દાન તે રાજષિક દાન છે જ્યારે કસમય અને કુપાત્રને અયોગ્ય જગ્યાએ આપવામાં આવેલું દાન તામસિક દાન છે. જેની વિસ્તૃત છણાવટ કરવા માટે જગ્યાની મર્યાદા બાદ્ય છે. ગોરાટનો આ કિસ્સો આંખમાં ઝળઝળિયાં લાવનારો છે.. કોઇને ખબર નથી કે દાતા કોણ હતા.. ટ્રક આવી ને ઊભી રહી, જાહેરાત થઇ એક કિલો લોટ પ્રતિ વ્યક્તિ આપવાની.. જ્યાં મહિના મહિનાના રાશનની કીટના દાન થઇ રહ્યા છે ત્યાં એક કિલો લોટ લેવા ફક્ત એ જ લોકો આવ્યા જે ખરા અર્થમાં જરૂરિયાતમંદ હતા.. ગણતરીની મિનિટોમાં લગભગ ૮૦૦થી ૧૦૦૦ કિલો લોટ વહેંચીને ટ્રક ત્યાંથી રવાના થઇ ગઇ.. ટ્રકના ગયા બાદ ત્યાં થોડીવાર પછી ભીડ એકઠી થવા માંડી.. કારણ એક કિલો લોટની થેલીમાંથી રૂ. ૧૫૦૦૦ રોકડા નીકળવાની વાત સમગ્ર વિસ્તારમાં વાયુવેગે પ્રસરી ગઇ હતી.. આજના આ કપરા સમયમાં જોવા મળેલી આ ઉદારતા બદલ અખબાર ‘સંદેશ’ એ અનામ હરફન મૌલાને સલામ પાઠવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો