સુરતમાં જન્મદિવસે ફોઈના ઘરે કેક કાપી ફેમિલી સાથે ફરવા નીકળેલા યુવકને સિટી બસે ઉડાવતાં જન્મદિવસે જ થયું મોત

શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતી સિટી બસે વધુ એક યુવાનનો ભોગ લીધો હતો. જન્મદિન હોવાથી પત્ની અને પુત્ર સાથે ફરવા નીકળેલા હિતેશ સોલંકી નામના યુવકને સિટીબસે કચડી મારતા અરેરાટી ફેલાઈ ગઈ હતી અને લોકટોળુ ભેગું થઇ જતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી.

પુત્ર અને પત્ની બચી ગયા

મૂળ ભાવનગર અને હાલ પાલનપુર જકાતનાકા ખાતે રહેતા અને ખાનગી બેંકમાં નોકરી કરતા હિતેશ સોલંકી(28) પોતાનો જન્મદિન હોવાને લીધે પરિવાર સાથે કતારગામ પોતાની ફોઈને ત્યાં આવ્યા હતા. ત્યાં કેક કાપી તેમણે પરત ફરતી વેળા કતારગામ દરવાજા પાસે બાઇક ઉભી રાખી હતી એટલામાં જ પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી સિટી બસ બાઇક પરથી પસાર થઈ જતા હિતેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સદનસીબે 4 વર્ષનો પુત્ર અને પત્ની કાજલ બચી ગયા હતા. અકસ્માતને પગલે લોકટોળું ભેગું થઈ ગયું હતું. પોલીસને જાણ કરવામાં આવતા કતારગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાશને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. ઘટના બનતા જ હિતેશની પત્ની અને પુત્ર સ્તબ્ધ થઇ ગયા હતા.

ઘટના સીસીટીવીમાં કેદ

કતારગામ દરવાજા ખાતે સાંજે 4 વાગ્યે બનેલી ઘટના નજીકની દુકાનના કેમેરામાં કેદ થઇ હતી. સીસીટીવીમાં પુરપાટ આવતી બસ હિતેશ કશું સમજે એ પહેલાં તેની બાઇક પરથી પસાર થઇ ગઈ હતી.ઘટના બનતા લોકો ભેગા જતા સિટી બસના ડ્રાઈવરને પકડી લીધો હતો.

ફર્સ્ટ પર્સન: સિટી બસ ચાલકને બાઇક દેખાઈ જ નહી

ઘટનાને નજરે જોનાર કતારગામમાં જ રહેતા પ્રદીપ દેસાઈએ જણાવ્યું હતું કે હું એક દુકાન નજીક ઉભો હતો અને મારા મિત્ર જોડે વાતચીત કરી રહ્યો હતો. ત્યારે અચાનક સિટિબસની બ્રેક લાગવાનો અવાજ આવ્યો મેં જોયું તો બસ નીચે બાઇક હતું અને હિતેશભાઈના શરીરનું માંસ આમ તેમ વિખરાયેલું હતું. હું પણ બીજાઓ સાથે બસ પાસે ગયો પણ હિતેશભાઈનું મોત થઈ ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો