સુરતમાં વીજ કંપનીની બેદરકારી: જીવતો વીજતાર તૂટી મહિલાના ગળે વીંટળાઈ ગયો, પતિ-બાળકોની નજર સામે જ થયું કરૂણ મોત

સુરતના (Surat) અડાજણના (Adajan) ભાઠા ગામમાં જીઇબીની (SGVCL) બેદરકારીને લઈને ઘરના વાડામાં કામ કરતી મહિલા ઉપર જીવતો વીજતાર (Live wire) પડ્યો હતો. આ તાર નાગની જેમ મહિલાના ગળામાં વીંટળાઈ જતા શ્રમજીવી મહિલા તેના પતિ સહિતના લોકોની નજર સામે જીવતી સળગતી હાલતમાં જોવા મળી હતી. જોકે મહિલા ‘બચાવો બચાવો’ની બૂમો પાડતી રહી હતી. જોકે, ચાલુ વીજલાઈનના કારણે કોઈ બચાવી શક્યું ન હતું. ઘટનાના એક કલાક બાદ મેઈન લાઈન બંધ કરી મૃતદેહ (Dead Body) બહાર કાઢવાની ફરજ પડી હતી.

સુરતમાં ફરી એક વાર વીજ કંપનીની બેદરકારી સામે આવી છે. જોકે અહીંયા આ બેદરકારીને લઈને એક મહિલાને પોતાનો જીવ ગુમાવાની વારો આવ્યો હતો. સુરતના અડાજણ ખાતે આવેલ ભાઠા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની મહિલા ભાવના બેન આજે પોતાના વાડામાં કામ કરી રહી હતી ત્યારે તેમના મકાન પરથી પસાર થતો ડીજીવીસીએલની લાઇનનો જીવતો વાયર ભાવના બેન પર તૂટીને તેના ગાળામાં વીંટળાઈ જતા ભાવના બેન જમીન પર ઢળી પડ્યા હતા.

જોકે ઇલેક્ટ્રિક સપ્લાય ચાલુ હોવાને લઈને ભાવના બેન સળગવા લાગ્યા હતા અને પોતે પોતાને બચાવવા માટે બૂમો પાડતા રહ્યા હતા. બચાવો બચાવોની બુમો પાડતા આખું ફળિયું ભેગું થઈ ગઈ પણ કોઈ ભાવનાને બચાવી ન શક્યું. કારણકે વાયર જીવિત હતો જોકે આ ઘટના ને લઈને ભાવના બેનનું તેમના પતિ અને બાળકો સામે મુત્યુ થયું હતું

જોકે ઘટનાની જાણકારી આપ્યા બાદ ડીજીવીસીએલ તંત્ર દ્વારા 30 મિનિટ બાદ ટીમ સાથે અને પોલીસ આવી હતી. એક કલાક બાદ ચાલુ વીજ લાઇન બંધ કરાતા ભાવનાનો સળગેલો મૃતદેહ બહાર કઢાયો હતો. જોકે આ લાઇન છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ આ વીજ લાઈન પરથી 3-4 વાર જીવીત વીજ લાઇનના તાર તૂટી ગયા બાદ લટકતા રહ્યા હોવાની ઘટના જોઈ છે. ચોથીવાર બનેલી ઘટનામાં ભાવનાને ડીજીવીસીએલની લાઈન ભરખી ગઈ હતી.

જોકે આ વિસ્તારમાં રહેલા લોકો ગરીબ હોવાને લઈને તેમની અનેક ફરિયાદ બાદ પણ તંત્ર એ ધ્યાન ન આપતા આ ઘટના બની છે. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્રની બેજવાબદારી છે તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ લાઇનમાં રહેલા વાયર 20-25 વર્ષ જૂનાં છે અને તેમાં અધિકારીઓની બેદરકારી અમે આવી છે ત્યારે જોવાનું એ રહીયુ કે આ મામલે પોલીસ કોના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી પગલાં ભરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો