સુરતમાં ફાર્મ હાઉસમાં ચાલતી દારૂ પાર્ટીમાં પોલીસના દરોડા, 13 યુવતીઓ સહિત 52 નબીરાઓ ઝડપાયા

ગુજરાતમાં ભલે દારૂબંધીના કડક દાવા કરવામાં આવતા હોય પરંતુ સતત દારૂની મહેફિલો માણવામાં આવી રહી છે. કચ્છ બાદ હવે સુરતના ડુમસ રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં ચાલતી લિપ યર પાર્ટી પર પોલીસે છાપો મારી રંગમાં ભંગ પાડ્યો છે. ફાર્મ હાઉસ પરથી પોલીસે દારૂની મહેફિલ માનતા આશરે 52 જેટલા શંકમંદ લોકોને ઝડપી પાડી નવી સિવિલ હૉસ્પિટલ ખાતે મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી.

લિપ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા બાવન પૈકી તેર જેટલી મહિલાઓ સહિત યુવતીઓ પણ ઝડપાઇ હતી.દારૂ પાર્ટી દરમ્યાન પોલીસે ફાર્મ હાઉસ પરથી સાત હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો તેમજ તેર જેટલી ફોર વ્હીલ કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી

દારૂ પાર્ટીમાં રેડ પડી હોવાની જાણ થતા જ યુવક-યુવતીઓના માતાપિતાએ ડુમ્મસ પોલીસ સ્ટેશન બહાર જમાવડો કરી દીધો હતો. પોતાના વ્હાલસોયા સંતાનોના કરતૂતો જાણીને કેટલીય માતાઓ પોલીસ સ્ટેશનની બહાર રડી પડી હતી.

આ પાર્ટી બાદ રાજ્યમાં દારૂબંધીના કડક દાવા ફરી એક વખત પોકળ સાબિત થયા છે. સુરતના ડુમસ રોડ પર આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાં લિપ યર પાર્ટીની અંદર ચાલી રહેલી દારૂની મહેફિલને ડુમસ પોલીસે ઝડપી પાડી છે.

આશીર્વાદ ફાર્મ પર 29 ફેબ્રુઆરી ની લિપ યર પાર્ટીનું નબીરાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કેટલીક યુવતીઓને પણ આમંત્રિત કરાઈ હતી.ફાર્મ હાઉસ પર એક તરફ દારૂની મહેફિલ ચાલી રહી હતી ,ત્યાં બીજી તરફ ડુમસ પોલીસે અહીં છાપો મારી રંગમાં ભંગ પાડયો હતો.

ઝડપાયેલા યુવક-યુવતીઓ સુખી સંપન્ન ઘરના હોવાનું સામે આવ્યું હતું. આ હાઇપ્રોફાઇલ પાર્ટીના દરોડાની જાણ થતા પોલીસ મથકે ઉહાપોહ મચી ગયો હતો.

લિપ યર પાર્ટી દરમ્યાન તમામ લોકો દારૂના નશામાં મળી આવ્યા હતા . પોલીસે બ્રેથ એનેલાઈઝર મશીન દ્વારા તપાસ પણ કરી.જ્યાં તમામ લોકો દારૂના નશામાં હોવાનું બહાર આવ્યું હતું.

ફાર્મ હાઉસ પરથી પોલીસને ત્રણ પેટી બિયર તેમજ વોડકા ની બોટલો મળી આવી હતી.જે દારૂનો જથ્થો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો.પોલીસે 13 જેટલી ફોર વ્હીલ કાર કબ્જે કરી તમામ ને મેડિકલ તપાસ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. ફાર્મ હાઉસ પર શરાબની સાથે લાઇવ ફૂડના કાઉન્ટ પર ગોઠવવામાં આવ્યા હતા.

જો કે મહિલા હોવાનો લાભ આપી યુવતીઓને મેડિકલ તપાસ બાદ નોટિસ આપી મુક્ત કરવામાં આવી હતી. ઝડપાયેલા લોકોને પોલીસ મથકે લઈ આવવા પોલીસે આખી બસ ભરવી પડવી હતી.

જોકે, મીડિયા ફાર્મ હાઉસમાં પ્રવેશી તે પહેલાં જ તમામ કામગીરી આટોપી લેવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો