સુરતનો ચકચાર જગાવતો કિસ્સો: નણંદે ભાભી પર બે વખત આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય! ફરિયાદ સાંભળી પોલીસ પણ ચોંકી

સુરતના લિંબાયત પોલીસ મથક (Limbayat Police Station) ખાતે બે દિવસ પહેલા અજીબ કિસ્સો નોંધાયો છે. અહીં એક 24 વર્ષીય પરિણાતાએ પતિ, સાસુ અને નણંદ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ આપી છે. પરિણીતાની ફરિયાદ સાંભળીને શરૂઆતમાં તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પરિણીતાની ફરિયાદ (Surat woman complaint) હતી કે તેની નણંદે તેની સાથે બે વખત પુરુષની જેમ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે! પરિણીતાએ આ વાત જ્યારે તેના પતિ સહિતના સાસરિયાના લોકોને કરી ત્યારે તેમણે પણ ધ્યાન આપ્યું ન હતું અને પરિણીતાને દહેજ (Dowry) માટે ત્રાસ આપ્યો હતો. પરિણીતાના સાસરિયાની દલીલ હતી કે તેની દીકરી પર કોઈ પુરુષ હાવી થઈ જાય છે, આથી તેણી આવું કરે છે! સુરત (Surat)ના કોઈ પોલીસ મથકમાં આ પ્રકારની આવી પ્રથમ ફરિયાદ દાખલ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

શું છે આખો કિસ્સો?

સુરતની 24 વર્ષની યુવતી હાલ લિંબાયત વિસ્તારમાં તેના પિયરમાં રહે છે. યુવતીના લગ્ન ઘર નજીક રહેતા આકીબ નામના યુવક સાથે ગત વર્ષે 14 ફેબ્રુઆરી 2021ના રોજ થયા હતા. લગ્ન બાદ શરૂઆતમાં પરિણાને સાસરિયાના લોકો સારી રીતે રાખતા હતા. લગ્ન બાદ પરિણીતા પતિ, ત્રણ દિયર, સાસુ, બે નણંદ, એક નણદોઈ અને તેના બે બાળકો સાથેના સંયુક્ત પરિવારમાં રહેવા ગઈ હતી.

ત્રાસ આપવાની શરૂઆત
લગ્નના અઠવાડિયા બાદ યુવતીને નાની-નાની વાતે તેનો પતિ, સાસુ, નણંદ ત્રાસ આપતા હતા. લગ્ન બાદ યુવતીની નાની નણંદ તેની સાથે પુરુષ જેવી હરકતો કરતી હતી. યુવતીની નણંદ તેણીને ગમે ત્યારે પકડી લેતી હતી અને કીસ તેમજ અડપલાં કરતી હતી. શરૂઆતમાં યુવતીને એવું લાગ્યું કે નણંદ મજાક-મસ્કી કરી રહી છે, આથી આવી હરકતો કરી રહી છે. જોકે, એક દિવસ યુવતીનો આ વહેમ ભાંગી ગયો હતો અને તેણીને ખૂબ ખરાબ અનુભવ થયો હતો.

નણંદે ભાભીની એકલતાનો ગેરલાભ ઉઠાવ્યો
14 એપ્રિલ, 2021ના રોજ પરિણીતા ઘરમાં એકલી હતી. આ સમયે તેણીની નણંદે તેને બાહુપાશમાં પકડી લીધી હતી અને પુરુષ જેવું વર્તન શરૂ કર્યું હતું. નણંદે તેની ભાભીને બળજબરીથી નિર્વસ્ત્ર કરી દીધી હતી અને અડપલાં કરવા લાગી હતી. નણંદનું આવું વર્તન જોઈને પરિણાતા ચોંકી ઉઠી હતી. જોકે, નણંદે આવી હકતો કરવાનું ચાલુ જ રાખ્યું હતું અને હદ પાર કરી નાખી હતી. આ દરમિયાન ભાભીએ બૂમો પાડવાનો પ્રયાસ કરતા નણંદે તેણીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.

પરિણીતાએ આ બનાવ વિશે તેના પતિ અને સાસુને જાણ કરી હતી. જોકે, આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું ન હતું. બીજી તરફ પરિણીતાની મોટી નણંદે એવું જણાવ્યું હતું કે તેની બહેન પર કોઈ પુરુષ હાવી થઈ જાય છે. આ કારણથી તેણી આવી હરકતો કરે છે. આ સાથે જ આ વાત કોઈને ન કરવાની અને જો કહેશે તો તલાક આપી દેવાની ધમકી આપી હતી.

બે દિવસ બાદ ફરી આવી હરકત કરી
પરિણીતા કંઈ સમજે તે પહેલા બે દિવસ બાદ તેની નણંદે ફરી આવી હરકત કરી હતી અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ વખતે પરિણીતાએ સાસરિયાઓને વાત કરતા તે લોકોએ દહેજ માટે ત્રણ લાખ રૂપિયા લાવવાનું જણાવ્યું હતું. જોકે, પરિણીતા દહેજ ન લાવી શકતા 16મી મેના રોજ તેણીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જે બાદમાં પરિણીતા તેના પિયરમાં રહેતી હતી. આ મામલે પરિણીતાએ આખરે કંટાળીને નણંદ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તેમજ પતિ, સાસુ અને નંણદોઈ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આવાની ફરિયાદ નોંધાવી છે.

લિંબાયત પોલીસે આ કેસમાં આઈપીસીની કલમ 498A, 377, 323, 504, 506 (2), 114 તેમજ દહેજ પ્રતિબંધ ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. સુરતના પોલીસ મથકમાં આ પ્રકારની ફરિયાદ નોંધાતા શહેરમાં ચર્ચા જાગી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો