સુરતમાં આતંક મચાવનારી ભૂરી ડોન બની ગઈ બુટલેગર, દારૂની 215 બોટલ સાથે ઝડપાઈ ગઈ

સુરતઃ વરાછા વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતી ભૂરી ઉર્ફે અસ્મિતા ગોહિલ દારૂની 215 બોટલ સાથે ઝડપાઈ ગઈ છે. સરથાણા પોલીસે બાતમીના આધારે ભૂરી અને તેના સાગરીત સાથે દારૂ, ફોન અને કાર સહિત કુલ 2 લાખ 89 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

31મીની પાર્ટી માટે દારૂ લવાતો હતો

સરથાણા જકાતનાકા પાસે અવધ વાઈસરોય મોલની પાછળ દાતાર હોટલની સામેથી પોલીસે બાતમીના આધારે નિલેશ રમેશ સાકરીયા રહે. 83 હસ્તીનાપુર સોસાયટી, કાપોદ્રા અને અસ્મિતા ઉર્ફે ભુરી જીલુભાઈ ગોહીલને સ્કોડા કારમાં ઝડપી લીધા હતાં. ભૂરી અને તેના સાગરીત પાસેથી અઢી લાખની સ્કોડા રેપીડ ગાડી(નંબર જીજે 06 એફ કે 670)માંથી વગર પરમીટનો 215 નંગ અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બે મોબાઈલ સાથે કુલ 2 લાખ 89 હજાર 040નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસને આશંકા છે કે, નવા વર્ષની અને 31મી ડિસેમ્બરની પાર્ટીઓ માટે આ દારૂને સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. હાલ પોલીસે બન્નેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભૂરી બુટલેગર બની ગઈ

વરાછા વિસ્તારમાં સ્થાનિકોને તલવાર જેવા તિક્ષ્ણ હથિયારો બતાવીને હપ્તા ઉઘરાવવાથી લઈને મારઝૂડ કરવાની સાથે બાઈક ઉભી રાખી રસ્તામાં ગાળાગાળી કરતી ભૂરી હવે બુટલેગર બની ગઈ હોય તેમ દારૂના જથ્થા સાથે ઝડપાઈ છે.

થોડા સમય પહેલાં દીવથી પકડાઈ હતી

ગત ઓગસ્ટ માસમાં ભુરીએ કાપોદ્રા નજીક સામાન્ય એક્સિડન્ટમાં રસ્તામાં એક વ્યક્તિ સાથે ગાળા ગાળી કરી હતી. એ અગાઉ ગત જુલાઈ મહિનામાં ભૂરી ઉર્ફે અસ્મિતા તેના મિત્રો સાથે દીવમાં દંગલ કરતાં ઝડપાઈ હતી. દીવના નાગવા બીચ પર ભૂરી અને તેનો સાથી મિત્ર પ્રકાશ બાંભણિયા ઉર્ફિ રાહુલ દીવના નાગવા બીચ ફરવા ગયા હતા.જ્યાં ચેન્જિંગ રૂમ પાસે કોઈકને બબાલ થઈ હતી.જેથી પોલીસ દોડી આવી અને બંને શખ્સોને ઝડપી પાડ્યા હતાં.

જામીન પર છૂટી ફરી દંગલ કરવામાં માહિર

ભૂરીને 2018ની ધૂળેટી બાદ પ્રથમવાર વીડિયો વાયરલ થતાં ફરિયાદના આધારે ઝડપી લેવામાં આવી હતી. ત્યારબાદ જામીન પર છૂટી ફરી દંગલ કરતાં જેલ ભેગી થઈ હતી. જેમાં તેને પાસા પણ થયા હતાં. દીવમાં દંગલ કરતા જેલમાં ધકેલાયેલી ભૂરી બાદમાં સુરતમાં રસ્તા પર બાખડતી દેખાઈ હતી.હવે તેણી દારૂના કેસમાં ઝડપાઈ છે.

ભૂરી કોણ છે

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગાંગડા ગામની વતની ભૂરી 2015માં ઘરેથી ભાગી ગઈ હતી.ઘરમાં છ બહેનો અને એક ભાઈ છે. પરંતુ માથાભારે અને ઘરેથી ભાગી જનાર ભૂરી સાથે હવે માતા પિતાને કોઈ જ સંબંધ નથી અને તે આવારાગીરી કરતાં દોસ્તો સાથે હવે જોહુકમી ચલાવે છે. ભૂરી ડોન અગાઉ છ ગુનાઓમાં સુરત પોલીસના હાથે પકડાઈ ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો