લોકડાઉનમાં ઘર કંકાસથી ત્રાસેલી પરિણીતાએ પતિની કરી કરપીણ હત્યા, 3 દિવસમાં હત્યાનો 5 સામે આવ્યો

કોરોના વાઇરસને લઈને લોકડાઉન વચ્ચે 3 દિવસમાં સુરતમાં પાંચમી હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી ત્રણ પુત્રીની માતા અને સગર્ભા મહિલાએ ઘરકંકાસથી કંટાળી આજે વહેલી સવારે પતિ સાથે કામ કરતા અને ધર્મના ભાઈ સાથે મળીને પતિની મરચાં વાટવાના પથ્થરની મદદથી હત્યા કરી હતી અને ભાગી છૂટ્યા હતા.

કોરોના વાઇરસ લઈને લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે સુરતમાં હત્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે આજે વધુ એક હત્યાની ઘટના સાથે છેલ્લા 3 દિવસમાં હત્યાની 5મી ઘટના સામે આવી છે. મૂળ બિહારનો વતની પંકજ પત્ની સોની અને ત્રણ પુત્રીઓ પૈકી બે પુત્રી સાથે છેલ્લા સાત માસથી નવાગામ ડિંડોલી દિપકનગર પ્લોટ નં.43 ના બીજા માળે રૂમ નં.2 માં ભાડેથી રહેતો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

કિન્નરી સિનેમા નજીક જરીના કારખાનામાં કામ કરતા પંકજની સાથે કામ કરતો મૂળ બિહારનો જ 17 વર્ષનો તરુણ પંકજની પત્નીને ધર્મની બહેન અને પંકજને બનેવી માનતો હતો અને તેમની જ સાથે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. પતિ પંકજ 6 માસની ગર્ભવતી પત્નીને માર મારતો હતો, જેને લઈ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. નાની નાની વાતમાં ઘરકંકાસ ચાલતો હતો.

ગત મળસ્કે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીનો ધર્મના ભાઈ તરૂણ વચ્ચે પડયો હતો, તે સમયે ધક્કો લાગતા પંકજ નીચે પડી ગયો, ત્યાર બાદ બંનેએ મરચાં વાટવાના પથ્થરની મદદથી તેના માથામાં મારી હત્યા કરી હતી.

હત્યા કર્યા બાદ વહેલી સવારે 6 વાગ્યે તરૂણે પંકજના મોટાભાઈ સુબોધને ફોન કરી કહ્યું જીજાજી પંકજની તબિયત સારી નથી, જલ્દી આવો તેમ કહ્યું હતું અને ફોન કટ કરી દીધો હતો. સુબોધે વળતો ફોન કરતા ભાભી સોનીએ ફોન ઊંચક્યો હતો અને તેમણે કહ્યું હતું કે ભૈયા નહીં રહે, આપ જલ્દી આઓ.

લોકડાઉન હોઈ સુબોધ એક મિત્રની મદદથી ભાઈના ઘરે પહોંચ્યો તો ત્યાં લોકોની ભીડ અને પોલીસ હતી. ઘરમાં જઈ જોયું તો પંકજ મૃત હાલતમાં લાદી ઉપર પડેલો હતો અને ચહેરો તેમજ માથું લોહીથી ખરડાયેલું હતું. ઘટના ની જાણકારી મળતા ડીંડોલી પોલીસ તતાકાલિક બનાવની જગ્યા પર દોડી આવી હતી અને આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારે હત્યા કરનાર પત્ની અને તેનો ધર્મનો ભાઈ ભાગી છૂટ્યા હતા, જેથી પોલીસે મરનાર પંકજના ભાઈ સુબોધની ફરિયાદ લઇને તેની ભાભી સોની અને તેના 17 વર્ષીય ધર્મના ભાઈ વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી, પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરવા અને તેના ધર્મના ભાઈની અટકાયત માટે તજવીજ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો