સુરતમાં વ્યાજખોરોના આતંકથી કંટાળી હીરાના વેપારીએ સુસાઈડ નોટ લખી ઝેરી દવા પીને આપઘાત કર્યો

સુરતમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. અતિ ઉંચા દરે વ્યાજે પૈસા આપી અને પરત ન ચુકવી શકનારા લોકોને હેરાન કરતા વ્યાજખોરો હવે મિલકતો પડાવી લીધા પછી પણ હેરાન કરી રહ્યા છે. દરમિયાન આવી જ એક ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઘટી છે. કાપોદ્રામાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે વ્યાજખોરોના આતંકથી કંટાળીને અંતિમ ચિઠ્ઠી લખી આપઘાત કર્યો છે. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

બનાવના પ્રાપ્ત અહેવાલ મુજબ કાપોદ્રાના યુવક જીતેન્દ્રએ વ્યાજે પૈસા લીધા હતા. હીરાના વ્યવસાય સાથે જોડાયેલા જીતેન્દ્ર પાસેથી વ્યાજખોરોએ મકાન લખાવી લીધું હતું. લેણદારોએ મકાન લખાવી લીધા બાદ પણ પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા જીતેન્દ્ર કાતરોડિયા નામના યુવાને અંતિમ પગલું ભર્યુ છે. હીરા ઉદ્યોગમાં એક તરફ મંદીનો માર છે ત્યારે વ્યવસાયમાં નાણાની સંકડાશ પડતા વ્યવસાયીઓ આ પ્રકારે ઉંચા દરે વ્યાજે પૈસા લેવા મજબૂર બનતા હોય છે. બીજી બાજુ ખાનગી નાણા ધીરનારાઓનો આતંક એટલો વધી ગયો છે કે મલિકત લખાવી લીધા બાદ પણ મૂડી માટે દબાણ કરવામાં આવે છે.

સુરતની આ ઘટનામાં કાતરોડિયાએ અંતિમ ચિઠ્ઠી લખીને સુસાઇડ કરી લીધો હતો. વ્યાજોખોરોની સામે જંગ હારી ગયેલા આશાસ્પદ વ્યવસાયીએ ઝેરી દવા ગટગટાવી હતી. આ મામલે કાપોદ્ર પોલીસે ગુનો નોંધી અને વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે એક પ્રશ્ન એ ઉદ્ભવે કે હીરા ઉદ્યોગની મંદીના કારણે સીધી અને આડકતરી રીતે આશસ્પદ યુવાનોનો ભોગ લેવાઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો