સુરતમાં ભેજાબાજ કાપડના વેપારીઓએ દલાલ સાથે મળી અધધધ… રૂ. 1.38 કરોડનું ઉઠમણું કર્યુ

રીંગરોડ મિલેનીયમ ટેક્ષટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા વેપારીઓએ ચાર દલાલો મારફતે અન્ય વેપારીઓ પાસેથી ઉધાર કાપડનો માલ ખરીદ્યા બાદ તેના પર જોબવર્ક કરાવ્યુ હતુ. પરંતુ વેપારીઓ અને જોબવર્ક કરતા વેપારીઓને પૈસા ચુકવવાનો સમય આવ્યો ત્યારે દલાલ અને વેપારીઓ રૂ.૧.૩૮ કરોડનું ઉઠમણું કરી ભાગી છુટ્યા હતા.

અમરેલી લાઠી તાલુકાના કૃષ્ણગઢ ગામના વતની અને હાલ કામરેજ કઠોદરા ગામના શિવ પેલેસમાં રહેતા અનિલભાઇ બાલુભાઇ માકાણી જોબવર્કના ધંધા સાથે સંકળાયેલા છે. એક વર્ષ પહેલાં મુકેશ પોપટ બલર નામના કાપડ દલાલે અનિલભાઇનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ભાવેશ, પરેશ અને ભટાર રૂપાલી નગર સ્થિત ઝુલેલાલ સોસાયટીમાં રહેતો શંકર દિપચંદ હાસાણી નામના દલાલોએ પણ એકબીજાની મદદગારીથી અનિલભાઇ સહિતના વેપારીઓનો સંપર્ક કર્યો હતો. સમયસર પૈસા મળી જશે તેવી બાંહેધરી સાથે જોબવર્ક માટે તૈયાર કર્યા હતા.

આ ચારેય દલાલોએ રીંગરોડ મિલેનીયમ ટેક્ષટાઇલ માર્કેટમાં ઝોયા ટેક્ષ નામથી ધંધો કરતા સુરેશ અશોક ચુડાસમા, ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ્સના માલિક રમેશ કે.ડી.ભાટીયા, નાના વરાછા અમીધારા સોસાયટીમાં રહેતો મનિષ લાલજી વિરડીયા, સરથાણા જકાતનાકા આશિર્વાદ રો હાઉસમાં રહેતો શત્રુધ્ન પરષોતમ બોરડ નામના વેપારીઓની માર્કેટમાં ખુબ જ સારી શાખ હોવાનું કહી તેમની સાથે વેપાર શરૂ કરાવ્યો હતો.

આમ ચાર દલાલ અને ચાર વેપારીઓએ એકબીજાની મદદગારીથી વેપારીઓ પાસેથી માલ ખરીદી તેના પર જોબવર્ક કરાવ્યુ હતું. આમ ૫૦થી ૬૦ વેપારીઓ અને જોબવર્કના વેપારીઓના કુલ રૂ.1.38 કરોડ ચુકવવાનો વારો આવ્યો ત્યારે દુકાન બંધ કરી તમામ ઉઠમણું કરીને ભાગી ગયા હતા. આ બનાવ સંદર્ભે અનિલભાઇએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો