સુરતમાં 22 વર્ષીય પાયલ પટેલે મનપાની ચૂંટણીમાં જીત મેળવી સૌને ચોંકાવી દીધા, આમ આદમી પાર્ટી હવે ભાજપને પડકારશે

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને અહીં જાકારો મળતા એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. કોંગ્રેસ અને આપની લડાઈનો ફાયદો ભાજપને જરૂર થયો પરંતુ આપનું ઝાડુ ભાજપ પર ફરવાની જગ્યાએ કોંગ્રેસનો સફાયો કરવામાં સફળ રહ્યું છે. ભાજપને 93 બેઠક પર અને આપને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે. 25 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરતમાં આવશે.

આ તમામ વચ્ચે 22 વર્ષીય પાયલ પાટીદારને મહાનગર પાલિકાની ચૂંટણીમાં જીત મેળવતા આશ્ચર્ય સર્જાયું છે. મજાની વાત તો એ છે કે 22 વર્ષીય પાયલે ભાજપ-કોંગ્રેસમાંથી નહીં, પણ આમ આદમી પાર્ટીની ઉમેદવાર હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર પાયલ સૌથી ઓછી ઉંમરની કાર્પોરેટર બની ગઈ છે. સુરતના પૂર્ણા પશ્ચિમ વોર્ડ નંબર 16માં આપની ઉમેદવાર તરીકે પાયલને ટિકીટ આપી હતી, જેમાં પાયલે શાનદાર પ્રદર્શન કરતા ભવ્ય વિજય મેળવ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં 27 સીટો પર જીત મેળવી છે.

આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાયલની જીતની ખુશી કેક કાપીને કરી હતી. વિજેતા ઉમેદવારોમાં વોર્ડ નંબર 16ની 22 વર્ષની પાયલનો પણ સમાવેશ થાય છે. વોર્ડ નંબર-16માંથી પાયલ કિશોરભાઈ સાકરીયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. પાયલની ઉંમર 22 વર્ષ છે. પાયલ સુરત શહેરની સૌથી નાની વયની ઉમેદવાર હતી. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલનો આમ આદમી પાર્ટીની પેનલ સાથે વિજય થયો છે.

પાયલ ફક્ત 22 વર્ષની ઉંમરે રાજકારણમાં આવી છે અને તેની જીત થઈ છે. પાયલની જીત બાદ સોસાયટીના લોકોએ ઢોલના તાલે પાયલનું સ્વાગત કર્યું હતું. પાયલ જ્યારે પોતાની સોસાયટીમાં પહોંચી ત્યારે તેનું ફૂલ-હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સોસાયટી અને પરિવારના લોકો ઢોલ અને નગારા સાથે પાયલનું સ્વાગત કરવામાં માટે હાજર હતા. આ પ્રસંગે પાયલે જણાવ્યું હતું કે, હું મારા વિસ્તારમાં ખૂબ સારા કામો કરીશ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો