હનિટ્રેપનો ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે: બ્યૂટીપાર્લરની મહિલાએ યુવાનને બોલાવી જબરદસ્તી શરીરસુખ માણી 25 લાખની માંગણી કરી ડંડાથી માર માર્યો

રાજ્યમાં અનેક વખત હનિટ્રેપ (Honeytrap)ની ઘટનાઓ સામે આવે છે, તેમ છતાં લોકો જાગૃત બનતા નથી. જેના કારણે અવારનવાર ભોળા વ્યક્તિઓને તેના શિકાર બનવું પડે છેન્ય સુરત (Surat)ના પુણા (Pune)માં ફરી એકવાર હનિટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે. આ હનિટ્રેપની ઘટનામાં મેડિકલ માલિક (Medical owner) શિકાર બન્યો છે. જેમાં એક મહિલાએ મેડિકલ માલિકને ઘરે બોલાવીને શારીરિક સંબંધ (Physical Relationship) બાંધ્યા હતા, ત્યારબાદ મહિલા (Woman)એ તેની પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ ઘટનામાં પુણા પોલીસે (Puna Police Station) ગુનો નોંધી તપાસના ધમધમાટ શરૂ કર્યો છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતના પુણા વિસ્તારમાં એક મેડિકલ માલિક હનિટ્રેપનો શિકાર બન્યો છે. જેમાં બ્યૂટીપાર્લરની સંચાલિકાએ મેડિકલ માલિકને ઘરે બોલાવીને હનિટ્રેપમાં ફસાવ્યો છે. પુણા ભૈયાનગરમાં આવેલા એક બ્યૂટીપાર્લરની મહિલાઓએ ગત બપોરે (સોમવારે) મેડિકલ માલિકને પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ મહિલાએ તે વ્યક્તિ સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. મેડિકલ માલિકે જ્યારે શરીરસુખ માણવાની ના પાડી તો બ્યૂટિપાર્લરની મહિલાઓએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સંચાલક મહિલાઓ આટલેથી અટકાઈ નહોતી, તેમને વેપારીને માર માર્યો હતો, જેથી વેપારીએ પોલીસને ફોન કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પુણા પોલીસે ગુનો નોંધી હનિટ્રેપની માસ્ટર માઈન્ડ મહિલાની અટકાયત કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મહિલાઓની આ ગેંગમાં અનેક મહિલાઓ સામેલ છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે મેડિકલ માલિક મૂળ ગીર-સોમનાથનો વતની અને સુરતના પુણા વિસ્તારમાં આવેલી મેડિકલ સ્ટોર ચલાવતો હતો. આ વ્યક્તિ પુણા સિલ્વર ચોક પાસે આવેલા શિક્ષાપત્રી એવન્યુમાં રહે છે અને તેનું નામ પ્રવિણ બાબુભાઈ રામાણી (ઉ.વ.21) છે. થોડા દિવસ પહેલા તેના મેડિકલ સ્ટોર પર એક મહિલા ક્રિમ લેવા આવી હતી, પરંતુ તે ક્રિમ હાજર સ્ટોકમાં ન હોવાના કારણે બન્ને વચ્ચે પરિચય થયો હતો. બન્ને જણાંએ મોબાઈલ નંબરની આપ-લે કર્યા બાદ ક્રિમ મંગાવી આપવા જણાવ્યું હતું. આ વાતને બે ચાર દિવસ વિત્યા બાદ મહિલાએ ફરી મેડિકલ માલિક પ્રવિણ બાબુભાઈ રામાણીને ફોન કરીને થોડી ઘણી વાતચીત કરી હતી. ત્યારબાદ મહિલાએ વાતવાતમાં પ્રવિણભાઈને જણાવ્યું હતું કે, તમારે કોઈની સાથે શરીરસુખ માણવું હોય તો મારો સંપર્ક કરજો હું કરાવી આપીશ.

ગત સોમવારે બ્યૂટી પાર્લરની સંચાલિકાએ પ્રવિણને ફરીથી ફોન કરીને પોતાના બ્યૂટી પાર્લરમાં આવવા જણાવ્યું હતું. પ્રવિણ મહિલાની વાતમાં આવી જઈને સોમવારે બપોરના સુમારે પહોંચ્યો હતો, જ્યાં અંદર અનેક મહિલાઓ હતી. પ્રવિણ બ્યૂટી પાર્લરમાં પ્રવેશ કરતાં ની સાથે જ મહિલાઓએ પોતાના પ્લાન પ્રમાણ બ્યૂટીપાર્લરનું શટર પાડી દીધું હતું. ત્યારબાદ મહિલાએ પ્રવિણને જબરદસ્તી એક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું હતું પરંતુ પ્રવિણ એકનો બે થયો નહોતો, અને તેની સાથે જબરદસ્તી કરી હતી. એટલું જ નહીં, મહિલાઓએ ભેગા મળીને પ્રવિણને ઢોર માર માર્યો હતો અને તેની પાસે 25 લાખ રૂપિયાની માંગણી કરી નાંખી હતી.

આ ઘટનામાં મહિલાઓના ચુંગાલમાંથી ગમે તેમ કરીને છૂટ્યા બાદ પ્રવિણે પુણા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રવીણની પૂછપરછ બાદ પોલીસે પ્રવીણની ફરિયાદના આધારે સુમન ઉર્ફે હંસીકા રવિભાઈ ચંદ્રપાલસિંઘ કુસ્વાહા અને તેની સાથેની અન્ય બે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી સુમનની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો