સુરતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના, પૂરપાટ ઝડપે આવતી ઇનોવા કારની ટક્કરમાં પળ ભરમાં પરિવારનો માળો વિખેરાયો

શુક્રવારે રાત્રે સુરત-ડુમસ રોડ પર ગોલ્ડન કલરની ઇનોવા કારનો ચાલક મોપેડ સવાર દંપતિને ઉડાવીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. કારે મોપેડને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં મોપેડ સવાર લાલબંગલાના જરીવાલા દંપતિ પૈકી બે પુત્રીઓની માતા બિન્તી વિમલ જરીવાલા (ઉ.વ.36)નું મૃત્યુ થયું છે. આ દંપતિ સુરત-ડુમસ રોડ પાસે આવેલા એક મોલમાં ખરીદી માટે જઇ રહ્યું હતું.

સીસીટીવી ફૂટેજને આધારે તપાસ ચાલુ

પ્રાથમિક માહિતી અનુસાર, રાત્રીના 8.15 વાગ્યાના અરસામાં એરપોર્ટ નજીક સાંઇ બાબામંદિર પાસેથી ગોલ્ડન રંગની ઇનોવા કાર બેફામ આવી રહી હતી. કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે જરીવાલા દંપતિ ધડાકાભેર રસ્તા પર પટકાયા હતા. જો કે બિન્તીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે વિમલ જરીવાલાને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. કાર ચાલક ભાગી છુટતા ડુમસ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે કાર ચાલકની શોધખોળ સાથે તપાસ હાથ ધરી છે.

પળ ભરમાં માળો વિખેરાયો

મૃતક બિન્તી જરીવાલાને સંતાનમાં બે પુત્રી છે. એક પુત્રી 14 અને બીજી 9 વર્ષની હોવાની માહિતી સાંપડી છે. તેમના પતિ ડાઇંગમીલમાં નોકરી કરે છે. જ્યારે બિન્તીબેન ટયુશન કરાવતા હોવા સાથે એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા હોવાનું નજીકના મિત્ર વર્તુળો પાસેથી જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો