સુરતમાં નેશનલ હાઈવેના હાલ બેહાલ થતા યુવાનોએ ખાડાઓનું પૂજન કરીને અનોખો વિરોધ કર્યો
ગુજરાત જન અધિકાર મંચના યુવાનો દ્વારા નેશનલ હાઇવે પર નવતર પ્રયાસ સાથે વિરોધ કરાયો હતો. નેશનલ હાઇવે પર ખાડા પૂજન કરી વિરોધ દર્શાવ્યો હતો.
સુરત જિલ્લામાં વરસાદને લઈને અનેક જગ્યા ખાડા પડ્યા છે, ત્યારે આ ખાડામાં અનેક અકસ્માત થતા હોય છે, ત્યારે રસ્તા પડેલા મસ મોટા ખાડાને લઈને અનેક અકસ્માત થયા હતા જોકે તંત્ર દ્વારા આ ખાડા પુરવામાં નથી આવતા ત્યારે ગુજરાત જન અધિકાર મંચના યુવાનો દ્વારા નેશનલ હાઇવે નવતર પ્રયાસ સાથે વિરોધ કરાયો હતો. નેશનલ હાઇવે પર ખાડા પૂંજન કરી વિરોધ દર્શાવ્યો હતો.
સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી રસ્તાઓ પાણીમાં ધોવાઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સુરત જિલ્લામાં નેશનલ હાઇવે તેમજ અન્ય રસ્તા પર જાણે ખાડાઓનું સામ્રાજ્ય છવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. રસ્તામાં ખાડો કે ખાડાઓ વચ્ચે રસ્તો એ કહેવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. ખાડાઓમાંથી પસાર થતાં વાહનોના અકસ્માત પણ સર્જાય છે.ત્યારે કડોદરા થી સુરત તેમજ કડોદરા થી બારડોલી રસ્તાઓ ઉપર જાને મંગળ ગ્રહ જેવા દ્રશ્યો સર્જાયા છે.
જોકે ખાડોઓને લઈને સ્થાનિકો આ રસ્તાથી ત્રાસી ગયા છે. આ રસ્તાનું સમારકામ ન થતું હોવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુજરાત જનઅધિકાર મંચના યુવાનો દ્વારા કડોદરા નગર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખાડામાં શ્રીફળ અને ચૂંદડી મૂકીને યુવાનોએ વિરોધ પ્રદર્શન કરી સરકાર ને જગાડવાનો પ્રયાસ કર્યો હતો
જોકે સુરત જિલ્લામાં પડેલા વરસાદે હાલ તો હાઇવે તંત્રની પોલ ખોલી હતી ફક્ત કડોદરા જ નહીં કડોદરા એક એવું નગર છે જે બે રાજ્યને જોડતું નગર છે જ્યાં મહારાષ્ટ તેમજ મધ્યપ્રદેશ જવા માટેનો ધોરીમાર્ગ આવેલ છે જ્યાં લાખોની સંખ્યામાં દિવસ રાત વાહન વ્યવહાર ચાલુ હોય છે જેથી અહીંયા હાલ તો આ ખાડાને લઈને ભારે ખમ ટ્રાફિક પણ સર્જાય છે ત્યારે તંત્ર દ્વારા આંખેથી પાટા હટાવી આ ખાડા ઉપર ધ્યાન દરે તે વધુ યોગ્ય બન્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

