ગુજરાતનો પ્રથમ કિસ્સો: સુરતમાં માત્ર જ 14 દિવસનાં બાળકનું કોરોનાથી મોત, જન્મના ત્રીજા દિવસે તબિયત લથડ્યા બાદ 11 દિવસની સારવાર બાદ મોત

સુરતમાં (Surat) કોરોનાને (Coronavirus) લઈને વધુ એક કરૂણાંતિકા સર્જાઈ છે કોરોના ખપ્પરમાં અત્યાર સુધીમાં અનેક લોકો હોમાઈ ગયા પરંતુ રાજ્યનો પ્રથમ એવો કિસ્સો સુરતમાં નોંધાયો છે, જેમાં માત્ર 14 જ દિવસની બાળકીને ( new born baby girl) કોરોના ભરખી ગયો અને બાળકનું મોત નીપજ્યું છે. બાળકના જન્મના ત્રીજા દિવસે તેની તબિયત બગડતાં સારવાર અર્થે વ્યારા હૉસ્પિટલમાં ખસેડાયી હતી જોકે, ત્યાંથી કોરોના પોઝિટિવ જણાતા બાળકને સારવાર અર્થે સુરત સિવિલ ખાતે લાવવામાં આવી હતી. પરંતુ બાળકનો જીવ બચી શક્યો ન હતો. આ દુખદ ઘટનાને કારણે માતા પિતા અને સમગ્ર પરિવારમાં શોક છવાઈ ગયો છે.

સુરતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરમાં મોતનું તાંડવ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. કોરોનાના કેસો જે પ્રકારે વધી રહ્યા છે તેજ સુરતમાં કોરોનાથી ગંભીર સ્થિતિ સામે આવે છે. કોરોનાની આ ગંભીર સ્થિતિમાં હવે બાળકો પણ સપડાઈ રહ્યા છે. સુરતમાં 13 વર્ષના બાળકનું કોરોનાથી મોત બાદ સુરતમાં 11 દિવસની બાળકી કોરોના ગ્રસ્ત થઇ હતી અને વેન્ટિલેટર પર શ્વાસ લઇ રહી હતી.

ત્યારે ઉચ્છલના 14 દિવસના નવજાત માસુમનું સુરત સિવિલ ખાતે કોરોનાથી મોત થતા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. સુરતના ઉચ્છલ ખાતે રહેતા રોહિત વસાવાની પત્નીએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે ત્રીજા દિવસે નવજાત સંતાનની તબિયત લથડતાં તેને સારવાર અર્થે વ્યારા ખાતે લઈ જવામાં આવ્યું હતું. જોકે, તે બાળકીના કેટલાક રિપોર્ટ્સ કાઢવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બાળક કોરોના પોઝિટિવ હોવાનું કહ્યું હતું અને તેઓને બાળક સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા.

મૃતક બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, તેના નવજાત બાળકને કિડની અને ખેંચની બીમારી હતી અને ત્યારબાદ અનેક તકલીફો ઊભી થઈ હતી. જોકે બાળકની તબિયત લથડતા ત્રીજા દિવસે તેના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જ્યાં તે કોરોના પોઝિટિવ થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જોકે ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મૃત બાળકનો પરિવાર ખેતીવાડી કરી ગુજરાન ચલાવે છે અને માતાની આ બીજી પ્રસુતિ હતી. પહેલી પ્રસૂતિમાં તેઓએ દીકરીને જન્મ આપ્યો હતો. નોંધનીય છે કે, હવે વૃદ્ધોની સાથે સાથે યુવાનો અને બાળકોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે માતા-પિતાઓ તકેદારી રાખે તે જરૂરી બન્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો