લોકડાઉન વચ્ચે સુરતમાં હત્યાની ચોથી ઘટના: ભરબપોરે ૮ થી ૧૦ લોકો તલવાર લઈ તૂટી પડ્યા, માથાભારે અલતાફને રહેંશી નાખ્યો

ભાઠેના વાડીવાલા દરગાહ પાસે જુની અદાવતના ચાલતા ઝઘડામાં ભરબપોરે ૮ થી ૧૦ ઇસમોએ અલતાફ નામના એક ઇસમની જાહેરમાં હત્યા કરી નાંખવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.

શહેરમાં જયારે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને દિવસેને દિવસે કોરોના પોઝીટીવના દર્દીઓની સંખ્યામાં રોજબરોજ મોટો ઉછાળો નોંધાઇ રહ્નો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરતમાં હત્યાની ચોથી ઘટના સામે આવી છે. લોકડાઉન વચ્ચે માન દરવાજા વિસ્તારના ભાઠેના વાડીવાલા બાવાની દરગાહ પાસે બે મુસ્લિમ જુથો વચ્ચે ચાલતી જુની અદાવતમાં અલતાફ નામના યુવકની જાહેરમાં જ તલવાર સહિતના તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ભાઠેના ઉમિયા માતા મંદીર પાસે રહેતો અલતાફ કૌશર નામના યુવક પર તેના હરીફ જુથના ભુરીયો, ચાંદ, કાલુ સહિતના ૮ થી ૧૦ ઇસમોએ ભાઠેના વાડીવાલા બાવાની દરગાહ પાસે જ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેશી નાખ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉનની વચ્ચે શહેરમાં ત્રણ દિવસમાં ચાર હત્યાના બનાવો બન્યા છે. હિંસક હુમલામાં મોતને ભેટેલો અલતાફ નામનો ઇસમનો ભુતકાળ પણ ગુનાહીત હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના સમયમાં પણ માથાભારે ઈસમો આ સમાયમાં પણ પોતાની દાદાગીરી અથવા ભાઈગિરી કરવાનું બંધ નથી કરતા, જેને લઈને લોકો હેરાન થઇ રહ્યા છે, ત્યારે આવી જ એક વધુ ઘટના સામે આવી છે, જેમાં ગોડાદરા આવાસમાં સોનુ સિરસાઠ, સાગર સિરસાઠ અને તેમના સંબંધીઓ રહે છે. રીઢો ગુનેગાર સતીષ પણ એ જ વિસ્તારમાં રહે છે. સોનુના મિત્રનો છોકરો દુકાન પર કંઈ ખરીદવા ગયો હતો. ત્યારે સતીષના ભાઈએ તેની સાથેસામાણીય બાબતે ઝઘડો કરીને પોતાની દાદાગીરી બતાવી બાળકને માર માર્યો હતો જેથી સોનુ સિરસાઠ સતીષના ભાઈને બોલવા ગયો હતો. ત્યારે સતીષ તેના ભાઈએ સોનુ સાથે ઝઘડો કર્યો હતો.

ઝઘડો વધી જતા સતીષ અને તેના માણસોએ ચપ્પુ, ફટકાથી સોનુ અને સાગર તથા તેમના તરફથી બોલતા લતાબેન અને મિલિંદ પર હુમલો કરીને નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત તમામને મધરાત્રે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં મિલિંદ ભામરેનું મોત નિપજ્યું હતું. રાત્રે દોઢેક વાગ્યે વિસ્તારમાં અજંપાભરી સ્થિતી છે. મધરાત્રે પોલીસ ફરિયાદ લેવા માટે હોસ્પિટલ પહોંચી હતી અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ લિબાયત પોલીસે હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો