સુરતનો અગ્નિકાંડ ભરખી ગયો તે બાળકો: કોઈને ફેશન ડિઝાઈનર બનવું હતું તો કોઈને આર્ટિસ્ટ

સુરતની ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધી 24 ભુલકાઓના મોત થયા છે. જેમાંથી આજે 19 બાળકોના એક પછી એક અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યું છે. આ ભીષણ અગ્નિકાંડમાં 16 ભુલકાઓ જીવતા ભૂંજાયા હતા. જ્યારે 26થી વધુ બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળથી કુદકો માર્યો હતો. જેમાંથી 3નું જમીન પર પટકાતા cal નીપજ્યું હતું. મૃત બાળકોમાંથી 3નું આજે ધોરણ-12નું રિઝલ્ટ આવ્યું છે. ઘટનામાં મૃત્યુ પામનાર 24 બાળકોમાં 17 દીકરીઓનો પણ સમાવેશ થાય છે. અગ્નિકાંડનો ભોગ બનેલા બાળકોમાં કોઈને પેઈન્ટર બનવું હતું તો કોઈને આર્ટિસ્ટ બનવું હતું. હવે આ ભુલકાઓના તમામ સપનાં અધુરા રહી ગયા.

કોઈએ ફ્રેન્ડશિપ બેલ્ટ પરથી તો કોઈએ કાંડે બાંધેલા ધાગા પરથી વ્હાલસોયાઓને શોધ્યા

ઘટનાને સાંભળીને પરિવારજનોને ચક્કર આવી ગયા છતાં હિંમત એકઠી કરીને સ્મિમેર દોડ્યા પણ ત્યાં ભડથું થયેલા બાળકોના દેહનાં ઢગલામાંથી પોતાની વ્હાલસોયી દિકરી-દિકરાને કેમ શોધવી? બાળકોના શરીર પર જે થોડા ઘણા કપડાં દેખાતા હતા એના પરથી જ અન્ય મા-બાપની આંખો પણ પોતાના બાળકોને જ શોધી રહી હતી. જેમાંથી કોઈ હાથ પરની ઘડિયાળ જોઈને ઓળખવાનો પ્રયાસ કરતું હતું તો કોઈ હાથ પર બાંધેલા ધાગા કે ફ્રેન્ડશિપ બેલ્ટ જોઈને પોતાના લાડકવાયાઓને શોધી રહ્યા હતા. આ દ્રશ્ય એટલું કંપાવનારું હતું કે, પિતા સુરેશભાઈએ એક ખૂણામાં ગમગીન બનીને પોક મૂકીને રડી પડ્યા હતા. તેમાંના ઘણા માતા-પિતાએ તો ભારે હૈયે કોલસો થયેલા મૃતદેદેહ પોતાના માનીને સ્વીકારી લીધા હશે…કારણ કે ઓળખ શક્ય જ ન હતી.

ઈશા કાકડીયા (ઉંમર-15)
માનસી વરસાણી (ઉંમર-17)
રૂમિ બલર, (ઉંમર-17)
હસ્તી સુરાણી
હેપી પાંચાણી (ઉંમર- 17 વર્ષ), ક્લાસીસમાં આગ લાગ્યા બાગ જીવ બચાવવા કૂદી પડી હતી, કિરણ હોસ્પિટલમાં દાખલ હતી, આજે સવારે 4.30 વાગ્યે મોત નીપજ્યું
જાનવી વેકરિયા (ઉંમર-17)
ખુશાલી કોઠડિયા (ઉંમર -17 વર્ષ), ક્લાસીસમાં લાગેલી આગમાં જાન બચાવા માટે કુદકો માર્યો હતો. નીચે પટકાતા બ્રેઈન હેમરેજ થતા મોત નીપજ્યું. ખુશાલી એક ભાઈની એકની એક બહેન હતી. પિતા સિમેન્ટના બ્લોકનું કામ કરે છે
દ્રષ્ટિ ખૂંટ (ઉંમર- 18)
જાનવી વસોયા
યશ્વી કેવડિયા
રૂદ્ર ડોંડા
યેશા ખેડલા (ઉંમર- 17) આગ લાગ્યા બાદ માતાને ફોન કર્યો હતો તે સમયે કહ્યું હતું કે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારબાદ માતા અને કાકા યેશાને લેવા ગયા ત્યારસુધી યેશાનું આગમાં ભડથું થઈ ગયું હતું. આગળનો ભાગ બળી ગયો હતો
ગ્રિષ્મા ગજેરા
ઋતુ સાકરીયા (ઉંમર-19વર્ષ)
મિત સંઘાણી
કૃતિ નીલેશ દયાળ (ઉંમર-17)
અંશ ઠુમર (ઉંમર- 19)
ક્રિષ્ના ભીકડીયા (ઉંમર-22 વર્ષ), આગ લાગ્યા બાદ પિતાને ફાન કર્યો- પપ્પા બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે જવાની કોશિશ કરી રહ્યા છે, હું પણ બારીમાંથી કુદવા જાઉં છું, જીવ બચાવવાની કોશિશ કરીશ પપ્પા…મૃતક 22 વર્ષીય ક્રિષ્ના અને તેના પપ્પા વચ્ચે થયેલી જિંદગીની આ છેલ્લી વાતચીત હતી
વૈશ્નવી કાનાણી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો