કોરોનાથી બચવા માટે સુરતના તબીબો દર્દીઓને મેથિલિન બ્લુ નામની દવાનું સેવન કરવા સલાહ આપી રહ્યા છે, કોરોના સંક્રમિત થયા બાદ અને અગાઉ પણ મેથિલિન બ્લુ લાભકારક હોવાનું તારણ

કોરોનાકાળમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે અનેક દવાઓને લઈને ચર્ચા શરૂ થઈ છે, જેમાં સૌથી વધુ કોઈ આશાની કિરણ હોય તો એ મેથિલિન બ્લુ છે. મેથિલિન બ્લૂનો ઉપયોગ કરવાથી કોરોના સંક્રમિત દર્દીઓને સાજા થવામાં ઘણી ઉપયોગી થઇ છે અને જે લોકો સંક્રમિત નથી થયા તેમને સંક્રમણથી બચવા માટે પણ મદદરૂપ થઇ રહી છે, એવું કેટલાક જાણીતા ડોક્ટરોનું માનવું છે.

ડોક્ટર પ્રિસ્ક્રાઈબ કરે છે

કોરોના ફેઝ-2માં જે રીતે સંક્રમણ ઘાતક બન્યું છે એને ધ્યાનમાં રાખી ડૉક્ટરો દર્દીઓના જીવ બચાવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. આ વચ્ચે સુરતમાં જ્યારે સંક્રમણ વધ્યું ત્યારે હવે સુરતના સિનિયર ડૉક્ટર પોતાના દર્દીઓને એક ખાસ દવા આપી રહ્યા છે. કોરોના દર્દીને આ દવાથી ઓક્સિજન લેવલ વધે છે અને બીજી બાજુ, જેને કોરોના નથી તેમને પણ આ દવા પ્રિવેન્શનરૂપે કામ કરે છે. ગુજરાતના અનેક ડૉક્ટરો મેથિલિન બ્લુને રામબાણ ઈલાજ હોવાનો દાવો કરી રહ્યા છે.

મેથિલિન બ્લુ અસરકારક દવા હોવાનું તબીબો કહી રહ્યા છે.

ડૉ. ચંદ્રેશ જરદોશે જણાવ્યું હતું કે હાલ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ દવા આપવા માટેની શરૂઆત થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ કેમ્પ પણ લગાવવામાં આવી રહ્યા છે, જેને કોરોના થયો હોય અથવા જે સામાન્ય હોય તેમને અમે આ દવા લેવા માટે અપીલ કરી રહ્યા છે. આ ખૂબ જ સસ્તી દવા છે, માટે ઓછા રૂપિયામાં લોકો આ દવાનો ઉપયોગ મોઢાથી કરી શકે છે. વર્ષો જૂની આ દવાને WHOએ સુરક્ષિત દવાઓની શ્રેણીમાં મૂકી છે. એટલું જ નહીં, અનેક જગ્યાએ આ દવાની ફર્સ્ટ ટ્રાયલ પણ થઈ ગયું છે. મોઢામાં માત્ર 1 મિનિટ સુધી દવા રાખી ગળી જાવાની હોય છે. બીપી, ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે.

કિડનીના દર્દીઓ ન લઈ શકે

ડૉક્ટર હેમંત પટેલે જણાવ્યું હતું કે આ દવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. અમે માત્ર કિડનીના રોગથી પીડાતા લોકોને આ દવા લેવા માટે મનાઈ કરીએ છે. આ દવાને બીપી, ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે. બાર વર્ષથી ઉપરના લોકો આ દવા દિવસમાં એકવાર લેવાની રહે છે. આ દવાથી કોઈપણને ગંભીર સાઇડ ઇફેક્ટ થતી નથી અને સૌથી અગત્યની વાત છે, જ્યારે લોકો કોરોના વેક્સિન લે ત્યારે તેના એક દિવસ પહેલાં અને લીધાના ચાર દિવસ બાદ જ આ દવાનો ઉપયોગ કરવાનો રહે છે, કારણ કે આ દવા વાયરસને મારવાનું કામ કરતી હોય છે અને વેક્સિન થકી વાયરસ વ્યક્તિના શરીરમાં જાય છે. જેથી વેક્સિનેશનના સમયે આ દવા અમે લોકોને લેવાની ના પાડી છે. આ દવા મોઢામાં એક મિનિટ રાખવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો