435 માર્ક્સ હોવા છતા મેરીટમાં નામ ન આવતા સુરતના તબીબનો આપઘાત, બીજાઓને 265 માર્ક હોવા છતાં સ્થાન મળ્યું

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આપઘાતના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. કોઈ વ્યક્તિએ આર્થિક સંકડામણમાં આવીને, તો કોઈ વ્યક્તિએ બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવે છે. તો ક્યારેક પરીક્ષામાં સારા ગુણ ન આવતા અથવા તો અભ્યાસ કરવામાં મુશ્કેલી આવતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આવી વધુ એક ઘટના સુરતમાં સામે આવી છે. આ ઘટનામાં એક ડૉક્ટરને NEETમાં વધારે માર્ક્સ આવ્યા હોવા છતાં પણ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમીશન ન મળતા તેને આપઘાત કર્યો હતો. આ ડૉક્ટરના પિતા હીરાના વેપારી છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ડૉક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સુરભી રો-હાઉસમાં ડૉક્ટર શ્રેયસ મોદી અને તેના પરિવારના સભ્યો રહે છે. ડૉક્ટર શ્રેયસ કુમારે MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. સ્મીમેર મેડીકલ કોલેજમાંથી MBBS થયા બાદ ડૉક્ટર શ્રેયસે MD એનેસ્થેસિયાનો અભ્યાસ કરવા માટે નેશન એલીજીલિટી કમ એન્ટ્રનસ ટેસ્ટ એટલે કે NEETની પરીક્ષા પાસ કરી હતી. NEETની પરીક્ષામાં ડૉક્ટર શ્રેયસ મોદીને 435 માર્ક્સ આવ્યા હતા. પરંતુ NEETના મેરીટ લીસ્ટમાં ડૉક્ટર શ્રેયસ કુમારનું નામ ન આવતા તે હતાશ થઈ ગયો હતો. કારણ કે જે વિદ્યાર્થીને 265 માર્ક્સ આવ્યા હતા તેનું નામ મેરીટ લીસ્ટમાં હતું. આ વાતથી હતાશ થઇને તેને પોતાના ઘરે સોમવારે સાંજના સમયે પોતાના રૂમનો દરવાજો બંધ કરીને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. NEETની પરીક્ષામાં વધારે માસ્ક હોવા છતાં પણ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમીશન ન મળતા સુરતના આ ડૉકટરે આપઘાત કર્યો હતો.

ડૉક્ટર શ્રેયસ મોદીએ આપઘાત કર્યો હોવાની જાણ પરિવારના સભ્યોને થતા તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. તો પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ડૉક્ટર શ્રેયસના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસડીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટનાને લઇને ડૉક્ટર શ્રેયસ મોદીની માતાએ જણાવ્યું હતું કે, PG-NEETની પરીક્ષામાં મારા દીકરાએ 435 માર્ક્સ મેળવ્યા હતા. ત્યારબાદ તેનું નામ મેરીટમાં આવ્યું નહતું. શ્રેયસ કરતા ઓછા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓના નામ મેરીટમાં આવ્યા હતા. તેથી તેને આવું પગલું ભરી લીધું છે. સાંજે શ્રેયસે 5:50 મીનીટે મેરીટ લીસ્ટ જોયું હતું અને ત્યારબાદ પોતાના રૂમમાં જઈને 10 મિનીટના સમયમાં જ આપઘાત કર્યો હતો. મેરીટ લીસ્ટ જોયા બાદ શ્રેયસ ભારે હતાશ થઇ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો