સુરત જિલ્લા પોલીસ વડા પોતાના મકાનમાં ચલાવે છે આધુનિક ગૌશાળા, પોતાના પરિવારના સભ્યની જેમ રાખે છે, આવી છે ખાસિયતો

સુરતના જિલ્લા વડા ઉષા રાડા જિલ્લાના લોકોની સેવા કરવાની સાથે ગાયોની સેવા પણ કરે છે. પોતાના મકાનમાં અત્યાધુનિક ગૌશાળા બનાવી છે અને તેમાં રહેલી ગાયોની માવજત સાથે તેમના માટે સમાય કાઢી જડીબુટીથી ભરપૂર ખોરાક આપીને પોતાના પરિવારના સભ્યની જેમ રાખે છે. એક ગાયનું મુત્યુ થતા પોતાના પરિવારના સભ્યની જેમ તેની અંતિમ વિધિ પણ પોતાના મકાનમાં કરી અને તેની સમાધિ પણ બનાવી છે.

સુરત જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી ઉષા રાડાનું નામ તમામ લોકોએ સાંભળ્યું હશે. પણ આ મહિલા અધિકારી વિષે તમે નથી જાણતા તો આજે તમને જવી દઈએ કે આ મહિલા અધિકારી પોતાના ઘરમાં એક ગૌશાળા પણ રાખે છે. ગૌ માતાની સેવા કરવાનું વિચારીને સાત જેટલી ગૌ માતાનું જતન કરે છે. સતત પોતાના કામ વચ્ચે વ્યસ્ત રહેતા મહિલા પોલીસ અધિકારી સવારે પહેલા ઉઠીને ગૌ માતાના દર્શન કરે છે અંતે ત્યાર બાદ પોતાના કામ શરૂ કરે છે.

તેમનું માનવું છે કે ગૌ માતા તેમના જીવનમાં આવ્યા બાદ તેમને પોઝિટિવ એનર્જી સાથે શાંતિનો અહેસાસ થાય છે. પોતાના મકાનના પાછળના ભાગમાં તેમને એક આધુનિક એક ગૌ શાળા બનાવી છે. તેમને તમામ ગૌ માતાને એક નામ આપ્યા છેય તે સવારે અને સાંજે સાથે રજાના દિવસે ખાસ સમય કાઢીને ગૌ માતાની સેવા કરે છે. ગાયોને નામથી બોલાવે એટલે તરત નજીક આવી વહાલ કરવા લાગી જાય છે. ગાયોને ક્રિશ્ના, ખુશી, જાનકી, સરસ્વતી જેવા સુંદર નામ આપ્યા છે. સાથે જ યશ અને પૂનમ નામે વાછરડાં પણ છે.

ગાયો માટે ગૌશાળામાં 10 પંખા, 8 ટયુબલાઇટ, મચ્છર દૂર રાખવા માટે મૉસ્કીટો લાઇટ્સની વ્યવસ્થા છે. સાથે જ સંગીત સાંભળવા માટે સ્પીકર સહિતની સુવિધા પણ આપવામાં આવી છે. બે ગાયોના મુત્યુ થયા હતા. મહિલા પોલીસ અધિકારીએ ઘરની સામે જ બે ગાયોની સમાધી પણ બનાવી છે. જેમાં એક ગાયનું નામ ગંગા અને બીજીનું યશોદા છે. બન્ને ગાયોની સમાધિ પર દરરોજ ફૂલ ચઢાવવામાં આવે છે. 2017માં મહિસાગરમાં જન્મેલી ગંગા નામની ગાય બીમાર થતાં અમદાવાદ, જૂનાગઢ તથા કચ્છથી ડૉક્ટરો બોલાવાયા હતા. 8 ડોકટરોની ટીમ ગાયને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. છેવટે ગત 3 માર્ચે ગંગાએ અંતિમ શ્વાસ લીધા હતા. આ જ રીતે યશોદા નામની ગાયનું પણ મૃત્યું થયું હતું. એ પછી બન્ને ગાયોની સમાધી બનાવવામાં આવી હતી. આ સમાધી પર સવારે અને સાંજે મહિલા અધિકારી અથવા તેમના પતિ નિયમિત દીવો કરે છે

ગાયોને એનર્જી આપવા માટે ખાસ ખોરાક પણ આપવામાં આવે છે ખાસ 48 જેટલી જડીબુટીમાંથી તૈયાર કરેલી ઔષધું વાળો ભોજન આ ગાયોને આપવામાં આવે છે. જેને લઈને આ ગાયોએ તંદુરસ્તી જળવાઈ રહે છે. આ મહિલા અધિકારીના જીવનમાં ગાયોના આવવાથી સમૃદ્ધિ આવી છે. આ ગાયો માટે ખાસ બેડ બનાવવાની સાથે તેમાં મસાજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગાયો માટે ગૌ શાળામાં ખાસ સાંજે હવન પણ કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો