સુરતમાં કોરોનાથી ગભરાઈને હીરા વેપારીએ નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત, પોતાનું સંક્રમણ પરિવારને ન લાગે તેની ચિંતાથી વૃદ્ધે નદીમાં ઝંપલાવ્યું
હાલ રાજ્યમાં સુરતમાં સૌથી વધુ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતાં લોકોમાં ભયનો માહોલ છે. તેવામાં સુરતમાં કોરોનાનાં ભયનાં કારણે હીરા વેપારીએ નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. રવિવારે ગુમ થયેલાં હીરા વેપારીની તાપી નદીમાંથી લાશ મળી આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સુરતના બે હનુમાન રોડ પર આવેલા હેપ્પી પેલેસમાં રહેતાં વિનોદભાઈ ખખ્ખર મૂળ અમરેલીના ચલાલાના વતની અને હીરાના વેપારી હતાં. બીમાર હોવાને કારણે તેઓએ રવિવારે કોરોના છે કે નહીં તે જાણવા માટે રવિવારે રાત્રે 9 વાગ્યે સીટી સ્કેનનો રિપોર્ટ કઢાવ્યો હતો. રાત્રે 1 વાગે રિપોર્ટમાં કોરોનાની 20-25 ટકાની અસર હોવાનું વિનોદભાઈને જાણવા મળ્યું હતું. આર્થિક સંકડામણ વચ્ચે પોતાના પરિવાર અથવા પોતાને કોરોના થઈ જાય તો પરિવાર હેરાન થઇ જશે તેવી ચિંતા તેઓને સતાવવા લાગી હતી.
સોમવારની સવાર થતાં જ તેઓ 7.30 વાગતાંના ઘરેથી ટુ વ્હીલર લઈને નીકળી ગયા હતા. જે બાદ સોમવારે તેમનું વાહન તાપી નદીના બ્રિજ પરથી મળ્યું હતું. આ મામલે પોલીસે આપઘાતની શંકા રાખી ફાયરબ્રિગેડની મદદ લઈ લાશ શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી. તેવામાં આજે ફાયરબ્રિગેડની નદીમાંથી વૃદ્ધની લાશ મળી આવી હતી. વિનોદભાઈના પુત્ર સાર્થે કોરોનાનાં ડરને કારણે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે. જો કે, હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

