લૉકડાઉન હળવું થતા જ સુરતમાં વધ્યો લુખ્ખા તત્વોનો આતંક, માથાભારે ઇમરાન ગડ્ડીએ તલવાર-ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો

કોરોના વાઇરસ વચ્ચે સુર માં શહેરમાં ગુનાખોરી વધવા લાગી છે. છેલ્લા એક જ અઠવાડિયામાં ખુલ્લા હથિયાર સાથે આંતક મચાવતા લુખ્ખા તત્વોના આંતકની ચાર ઘટના સામે આવી છે ત્યારે ઉન વિસ્તારમાં હથિયાર સાથે ફરતા લોકોને પૂછવા જતા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવતા તમામ યુવાનો હોસ્પિટલ પહોંચી ગયા હતા. માથાભારે ઇમરાન ગડ્ડીએ તલાવર અને ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાને પગલે સચિન જીઆઇડીસી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી માથાભારે તત્વોની શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોના વાઇરસને લઈને હવે અનલૉક એક ચાલતું હોવાને લઇને શહેરમાં શાંતિ હતી પણ જેવી લૉકડાઉનમાં છૂટછાટ મળી કે તેની સાથે અસામાજિક તત્વો હથિયારો સાથે આંતક મચાવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે એક જ અઠવાડિયામાં હથિયાર સાથે આંતક મચાવાની ચોથી ઘટના સામે આવી છે.

સુરતના ઉનવિસ્તારમાં આવેલ તિરૂપતીનગર નજીગ વિધાયત નગરમાં રહેતો બેકાર યુવાન શાહરૂખ ફારૂખ ખાન ગત રાત્રે રાબેતા મુજબ તેના મિત્ર અબ્દુલ ગફાર, ઇક્બાલ હેદરઅલી, અફસર ફારૂખ શેખ અને શાહરૂખ હેદરઅલી ખાન સાથે ઘર નજીક ગોસીયા મસ્જિદ પાસે બેઠા હતા. ત્યારે તે જ વિસ્તારમાં રહેતા માથાભારે ઇમરાન ગડ્ડી, ઇમરાન બુડાવ અને રફીક મંતોડી જૂના ઝગડાની અદાવતમાં મોહસિન કે.કે નામનો યુવાનને ખુલ્લા મેદાનમાં લઇ જઇ માર મારતા હતા જેથી મોહસિન બચવા માટે ભાગ્યો હતો.

મોહસિન સ્થાનિક વિસ્તારની ગલીમાં ઘુસી ગયો હતો તે દરમ્યાન ઇમરાન ગડ્ડી તેના મિત્રો સાથે મોહસીનને શોધતા-શોધતા તિરૂપતિ નગર આવ્યા હતા ત્યારે ત્યાં બેસેલ શાહરૂખ અને તેના મિત્રો ને ઇમરાન ગડ્ડીએ મોહસીન ક્યાં છુપાયો છે એમ કહી ગાળો આપી હતી. જેથી શાહરૂખ અને તેના મિત્રોએ ગાળ નહિ આપવાનું કહેતા વેંત ઇમરાન અને તેના મિત્રોએ તુમ લોગ સાલે સીધે-સીધે બતાઓગે નહિ એમ કહી તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી ઇકબાલ હેદરઅલી ખાનને ડાબા પગની જાંઘમાં તલવાર અને ચપ્પુ માર્યુ હતું.

જયારે અબ્દુલ ગફારને પેટના ભાગે તલવાર અને જાંઘમાં ચપ્પુ માર્યુ હતું. જેથી શાહરૂખ અને અફસર ફારૂખ શેખ તેમના મિત્રને બચાવવા વચ્ચે પડતા તેમની ઉપર પણ તલવાર વડે હુમલો કરી ડાબા હાથની આંગળી અને પીઠમાં ઇજા થઇ હતી. ઘટનાને પગલે એક્ત્ર થયેલા લોકોએ ઇજાગ્રસ્ત તમામને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. બીજી તરફ સચિન જીઆઇડીસી પોલીસને જાણ થતા તે પણ દોડી આવી હતી અને ઇમરાન ગડ્ડી અને તેના મિત્ર ઇમરાન બુડાવ અને રફીક મંતોડી વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો