એક તરફ સુરત મનપાની તિજોરી ખાલી થઇ રહી છે તો બીજી તરફ 5 કરોડનો મેયરનો બંગલો તૈયાર, ‘શાહી’ બંગલામાં કુંભઘડો મૂકાયો

એક તરફ મનપાની તિજોરી ખાલી થઇ રહી છે તો બીજી તરફ સુરતમાં 5 કરોડનો મેયર બંગલો તૈયાર થઇ ગયો છે. મેયરના આ બંગલાના ઇન્ટીરીયર ડેકોરેશન પાછળ જ સવા કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું જાણવા મળ્યું છે. શહેરના વર્તમાન મેયર હેમાલી બોઘવાલાએ વૈશાખ સુદ એકમને દિવસે શુભ મૂહર્ત જોઈ મેયર બંગલોમાં કુંભ ઘડો મૂક્યો હતો.

મેયરના બંગલામાં શું-શું…
ગ્રાઉન્ડ ફ્લોર: પબ્લિક ઝોન: સિક્યુરિટી કેબિન, સર્વન્ટ ક્વાર્ટસ, વેઈટિંગ એરિયા, ઓફિસ, ગેસ્ટ રૂમ (2)

પ્રાઈવેટ ઝોન: ફોર્મલ લિવિંગ રૂમ, ફોર્મલ ડાઈનિંગ રૂમ, મેડીટેશન રૂમ, માસ્ટર બેડ રૂમ (1) કિચન, સ્ટોર રૂમ, યુિટલિટી રૂમ, ફેમિલી ડાયઇનિંગ, ફેમિલી શીટિંગ, પૂજા રૂમ, બેડરૂમ (1), કોર્ટયાર્ડ
પ્રથમ માળ: પ્રાઈવેટ ઝોન : બેડ રૂમ (3), માસ્ટર બેડ રૂમ (1)

બંગલોની કામગીરી 4 વર્ષે પૂર્ણ થઈ
મેયરના બગલા પાછળ ૫ કરોડ રૂપિયા ખર્ચાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. શહેરના પ્રથમ નાગરિક મેયરના અલાયદા નિવાસ સ્થાન તરીકે છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલી કામગીરી પૂર્ણ થઇ છે. 4.83 કરોડના ખર્ચે મેયર બંગલો તૈયાર થઇ ચુક્યો છે. આ પૈકી બંગલાના સુશોભન પાછળ સવા કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

દાયકાઓની પ્રતીક્ષા બાદ સતાવાર નિવાસ સ્થાન મળ્યું
ઉધના મગદલ્લા રોડ પર ભટાર ચાર રસ્તા નજીક આવેલા બ્રેડલાઈનર સર્કલ પાસે મેયરના બંગલાનું નિર્માણ કરવામાં આવ્યું છે. 5983 ચો. મીટર એટલે કે 64377 ચો.ફૂટ ક્ષેત્રફળમાં 6 બેડરૂમ સાથેનો આલીશાન બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. શહેરના પ્રથમ નાગરિક એવા મેયરને દાયકાઓની પ્રતીક્ષા બાદ સતાવાર નિવાસ સ્થાન મળ્યું છે. લાંબા સમયથી સુરત સીટીના મેયર માટે પણ સતાવાર નિવાસ સ્થાન બનાવવામાં આવે તે અંગે હલચલ થઇ રહી હતી. આખરે સ્થાયી સમિતિએ ઓક્ટોબર 2017માં ઠરાવ કરી મેયર બંગલોના નિર્માણને મજુરીની મહોર મારી હતી.

વર્તમાન મેયર હેમાલીબેને બંગલાનો કબજો લીધો
શહેરના વર્તમાન મેયર હેમાલી બોઘવાલાએ વૈશાખ સુદ એક્મને દિવસે શુભ મૂહર્ત જોઈ મેયર બંગલોમાં કુંભ ઘડો મુક્યો હતો . આ પ્રસંગે મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, અને શાસક પક્ષ નેતા અમિત રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન હેમાલી બોઘવાલાએ બંગલોની ચાવી લઇ કબજો મેળવ્યો હતો.

બે ઝોનમાં વિભાજીત કરાયો બંગલો
મેયરનો આ બંગલો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પબ્લિક એક્ટીવી ઝોન અને પ્રાઈવેટ એકટીવી ઝોન તૈયાર કરાયા છે. જયારે પ્રથમ માળે પ્રાઈવેટ રેસીડેન્ટ ઝોન તૈયાર કરાયો છે. પ્રથમ માળે ત્રણ બેડરૂમ અને બે માસ્ટર બેડ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. 2640 ચો.મી જમીનમાં વિવિધ એરિયા ડેવલપ કરવામાં આવ્યા છે. તો પબ્લિક એક્ટીવી ઝોનમાં બે ગેસ્ટ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં મંત્રી નિવાસ સંકુલમાં રાજ્યના મંત્રીઓને ફાળવાતા બંગલામાં માત્ર ત્રણ જ બેડરૂમની સુવિધા છે. મંત્રીઓ માટે જ પ્લાન કરાયેલા આ બંગલામાં ત્રણ બેડરૂમ, બે ઓફિસ રૂમ, એક ડાઇનિંગ હોલ, ડ્રોઇંગ હોલ અને કિચનની સુવિધા છે. સર્વન્ટ માટે આઉટ હાઉસ અલાયદુ હોય છે.

ઉધના મગદલ્લા રોડ પર ભટાર પાસે 5 કરોડના જંગી ખર્ચે મેયરનો આલિશાન મહેલ તૈયાર કરાતા હેમાલી બોઘાવાલા માત્ર પાંચ પદાધિકારીઓને સાથે રાખી છાનેછૂપે રહેવા જતા રહ્યા છે. તેમના પરિવારમાં ત્રણ સભ્યો છે. પણ તેમના મહેલમાં કુલ 6 બેડરૂમ બનાવાયા છે. ગાંધીનગરના મંત્રી બંગલોમાં પણ માત્ર 3 બેડરૂમ છે. મેયરનો તણાવ ઓછો થાય તે માટે ખાસ મેડિટેશન રૂમ પણ તૈયાર કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો