સુરતનો હચમચાવી દેતો બનાવ: સુરતમાં કોરોનાથી માતાનું નિધન થતાં યુવાન દીકરાએ હૉસ્પિટલ પરથી છલાંગ લગાવીને મોત વ્હાલું કરી દીધું

સુરતમાં કોરોના કહેર (Surat coronavirus cases)ને લઇ અનેક પરિવારોના માળા પીંખાયા છે. સુરતમાં આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં કોરોનાની સારવાર દરમિયાન માતા (Mother)નું મોત થતા દીકરાએ હૉસ્પિટલ પરથી છલાંગ લગાવીને મોત વ્હાલું (Suicide) કરી દીધું હતું. આ યુવકના પિતા સ્મશાનગૃહમાં નોકરી કરે છે અને માતા બ્યુટીપાર્લર ચલાવતી હતી. પત્નીના કોરોનાથી નિધન બાદ પુત્ર (Son)એ પણ આપઘાત કરી લેતા પિતા ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આપઘાત કરનાર યુવક ધારાસભ્ય ઝંખના પટેલની ઓફિસમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

સુરતમાં કોરોના કહેર વચ્ચે પરિવારોના માળા પીંખાઈ રહ્યા છે. નવો સ્ટ્રેઈનમાં આખા પરિવારો કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. આ કારણે મુશ્કેલીમાં વધારો થયો છે. કોરોનાને કારણે હવે પરિવારોના માળા તૂટવા લાગ્યા છે. જેનું એક ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું હતું. કોરોનાની સારવાર દરમિયાન માતાનું મોત થતાં પુત્રને ઘેરો આઘાત લાગ્યો હતો. જે બાદમાં તેણે હૉસ્પિટલ પરથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો. સુરતમાં આવેલી સંજીવની હૉસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલી માતાના નિધનના સમાચાર મળતા જ પુત્ર શોકમાં ગરકાવ થઈ ગયો હતો અને પોતે પણ મોત વ્હાલું કરી લીધું હતું.

સુરતના સચિન વિસ્તારમાં રહેતા છાયાયાબેન પોતે બ્યુટીપાર્લર ચલાવતા હતા અને તેમના પતિ રાજુભાઈ સ્મશાન ગૃહમાં કામ કરે છે. બંનેને નીરવ નામનો એકનો એક દીકરો હતો. 20 દિવસ પહેલા માતાને કોરોનાનો સંક્રમણ લાગતા તેને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સંજીવની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

20 દિવસની સારવાર બાદ છાયાબેનનું કરૂણ મોત નિપજયું હતું. આ બાબતની જાણ પરિવારના એકના એક પુત્રને કરાતા તે તાત્કાલિક હૉસ્પિટલ દોડી આવ્યો હતો. માતાના મોત બાદ પુત્રને ઘેર આઘાત લાગ્યો હતો. માતાનો મૃતદેહ જોયા બાદ તેણે હૉસ્પિટલ પરથી નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.

માતા પ્રત્યે પુત્રના અપાર પ્રેમને જોઈ હૉસ્પિટલનો સ્ટાફ પણ ચોધાર આંસુએ રડી પડ્યો હતો. મામલાની જાણ થયા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઇને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. સ્મશાનગૃહમાં કામ કરતા રાજુભાઈને કોરોનામાં પત્નીના મોત બાદ પુત્રના આપઘાતના સમાચાર મળતાં તેઓને પણ ઘેરો આઘાત લાગ્યો હતો. વધુમાં આપઘાત કરનાર નીરવ ધારાસભ્ય ઝંખના પટેલની ઓફિસમાં કામ કરતો હોવાનું સામે આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો