સુરતની કોરોના પોઝિટિવ યુવતીનો વીડિયો વાયરલ, “મને અશક્તિ હોવા છતાં અહીં કોઈ મદદ નથી કરતું, શરીર દુઃખે છે, ધ્રુજારી આવે છે”

કોરોના વાયરસ (Coronavirus)ને પગલે હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે. બીજી તરફ કોરોનાની સારવાર માટે દરેક જિલ્લામાં કોવિડ હૉસ્પિટલ (Surat Covid Hospital) ઊભી કરવામાં આવી છે. સુરત સિવિલ હૉસ્પિટલ ખાતે નવાગામની એક યુવતી (Corona Positive Girl)ને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. યુવતીના પરિવારને સમરસ હૉસ્ટેલ ખાતે ક્વોરન્ટીન (Surat Samras Hostel) કરવામાં આવ્યો છે. આખા પરિવારને ક્વૉરન્ટી કરવામાં આવ્યો હોવાથી યુવતીને દેખરેખ માટે સિવિલ ખાતે કોઈ હાજર નથી. બીજી તરફ યુવતી તરફથી એક વીડિયો વાયરલ કરીને તેણે હૉસ્પિટલ ખાતે કોઈ જ સુવિધા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વીડિયો વાયરલ (Surat Corona Positive Patient Viral Video) થયા બાદ તંત્ર દોડતું થયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

કોરોનાના પોઝિટિવ દર્દીઓને સુરતની સિવિલ હૉસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવે છે. અહીં થોડા દિવસ પહેલા એક દર્દીએ જમવાનું ન મળવા અને ખરાબ જમવાનું મળવા બાબતે એક વીડિયો વાયરલ કર્યો હતો. જે બાદમાં મજુરાના ધારાસભ્ય તરફી દર્દી માટે એક હૉટલમાંથી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વાતને થોડા જ દિવસ થયા છે ત્યારે વધુ એક વીડિયો વાયરલ થયો છે.

ગત 22 તારીખે નવાગામ ડીંડોલી વિસ્તારની 24 વર્ષની યુવતીને સારવાર માટે સિવિલના ઈ-2 વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. આ યુવતીને સારવાર માટે દાખલ કરાયા બાદ પરિવારને ક્વૉરન્ટીન કરવામાં આવ્યો છે. યુવતીએ સિવિલ હૉસ્પિટલની સુવિધા પર આરોપ લગાવતાં કહ્યું છે કે, “અહીં કોઈ ધ્યાન આપતું નથી. મને અશક્તિ હોવા છતાં કોઈ બાથરૂમ જવા મદદ કરતું નથી. હાથ સાફ કરવા સેનિટાઈઝર આપવામાં આવતું ન હોવાથી મારે ગંદા હાથે ભોજન કરવું પડે છે.”

યુવતીએ વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારા આખા પરિવારને ક્વૉરન્ટીન કરાયો હોવાથી મને ઘરેથી કોઈ મદદ મળતી નથી. સિવિલમાં મારી કાળજી લેવાવાળું વોર્ડમાં કોઈ નથી. શરીર દુઃખવા અને તાવની ફરિયાદ કર્યા બાદ પણ કોઈ ડૉક્ટર ધ્યાન નથી આપતું. બાથરૂમ જવા માટે પણ કોઈ મદદ નથી કરતું. સેનિટાઈઝર માગ્યું તો એ પણ નથી આપવામાં આવતું. ગઈકાલ રાતથી ધ્રુજારી અને તાવ આવે છે. વારંવાર કહ્યા બાદ ડૉક્ટર બોટલ ચઢાવી ચાલ્યા ગયાં હતાં. મારી તબિયત વધારે બગડી રહી છે. શરીર પણ વધુ દુઃખી રહ્યું છે.”

યુવતીના આવા આક્ષેપનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર દોડતું થયું છે. આ વીડિયો સિવિલના એક તબીબના ધ્યાનમાં આવતા તેઓ જાતે જ યુવતી પાસે દોડી ગયા હતા અને તેને તમામ સમસ્યા દૂર કરવાની બાંહેધી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો