સુરતમાં વધતાં પોઝિટિવ કેસને લઈને સ્વયંભૂ લોકડાઉન રાખવાની અપીલ કરતો મેસેજ સોસિયલ મીડિયામાં વાઈરલ

સુરત શહેરમાં કોરોના પોઝિટિવના કેસ સતત વધી રહ્યા છે. 300થી વધુ કેસ નોંધાતા લોકોમાં ડરનો માહોલ છે. આવા સમયે સોશિયલ મીડિયામાં લોકોએ સ્વયંભૂ લોકડાઉનની ચળવળ ઉપાડી હોય તેવા મેસેજ વાઈરલ થઈ રહ્યા છે. લોકોને સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરતાં આ મેસેજમાં તારીખ 11મીથી 21 જુલાઈ 10 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન પાળવા અપીલ કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન ઘર બહાર ન નીકળવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, ગત રવિવારે મજૂરાના ધારાસભ્ય દ્વારા પણ એક દિવસ માટે સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરતું ટ્વિટ કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લોકોમાં જાગૃતિ લાવવા અપીલ

જાહેર જનતાના મથાળા નીચે વાઈરલ મેસેજમાં લખાયું છે કે, નથી કેન્દ્રના હાથમાં કે નથી રાજ્યના હાથમાં કે નથી ક્લેક્ટર કે કમિશનરના હાથમાં નથી આરોગ્ય કે નથી પોલીસના હાથમાં આપણો જીવ આપણા હાથમાં હવે જનતા કરશે લોકડાઉન તારીખ 11 જુલાઈથી 21 જુલાઈ સુધી બસ બીજો કોઈ વિચાર નહીં માત્ર ને માત્ર 10 દિવસ સંપૂર્ણ લોકડાઉન ગમે તે કામ હોય પણ ઘરમાં રહીશું તો જ સુરક્ષીત રહિશું તેવા લખાણ સાથે મેસેજને શેર કરવા વિનંતી કરાઈ છે. મહત્વપૂર્ણ છે કે, તંત્ર દ્વારા આવી કોઈ જ જાહેરાત કરાઈ નથી. પરંતુ આ મેસેજ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો