સુરતમાં મંત્રીના પુત્રને MLAનું બોર્ડ હટાવવા મજબૂર કરનાર સુનિતાના પિતા પોલીસ લખેલી પ્લેટ સાથે ફરતા હોવાનો ફોટો વાઈરલ

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રને કાયદાનું પાલન કરાવનારી કોન્સ્ટેબલ સુનિતા યાદ ચર્ચાના ચકડોળે છે.સુનિતાએ મંત્રીના પુત્રને કારમાંથી MLA લખેલી પ્લેટ હટાવવા મજબૂર કર્યાનું વીડિયોમાં સામે આવે છે. મંત્રીના પુત્રને કાયદાનું ભાન કરાવનારી સુનિતાના સપોર્ટમાં બે દિવસ સોશિયલ મીડિયા આવ્યા બાદ આજે તેનો વિરોધ થઈ રહ્યો છે. સુનિતાના પિતા તેમની કારમાં પોલીસ લખેલી પ્લેટ સાથે ફરતાં હોવાની તસવીરો તથા સુનિતાએ વાઈન સાથે પાર્ટી કરી હોવાના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે ત્યારે સોમવારે સાંજે સુનિતાની એક ફેસબુક પોસ્ટ સામે આવી છે જેમાં તેણે કોઈ ટ્વિટ ન કર્યા હોવાનું અને તેના નામે ટ્વિટ થઈ રહ્યા હોવાનું લખ્યું છે.જો કે, કાયદાનું ભાન કરાવનાર સુનિતાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવાની જગ્યાએ ટ્વિટની સ્પષ્ટતા ફેસબુકથી કરતાં પણ સવાલો ઉઠ્યાં છે. સોશિયલ મીડિયામાં સપોર્ટ મેળવનારી સુનિતાના વિરોધમાં હાલ રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પિતાની કારમાં પોલીસની પ્લેટ

સુનિતા અને તેની સાથેના એક વ્યક્તિ કારને ટેકો દઈને ઉભા હોય તેવી તસવીર સામે આવી છે. સુરત પાસિંગની વેગન આર કાર(નંબર જીજે 05 સીપી 8178) કારની તસવીર છે. પરિવહન એપમાં આ કારના માલિક સુનિતાના પિતા મદન લાલ યાદવ હોવાનું સ્પષ્ટ થાય છે. ત્યારે પિતાની કારમાં પોલીસની પ્લેટને લઈને પણ સોશિયલ મીડિયામાં સવાલો ઉભા થઈ રહ્યાં છે.

વાઈન સાથે પાર્ટી કર્યાની તસવીરો સામે આવી

કોન્સ્ટેબલ સુનિતા યાદવે વાઈન સાથે પાર્ટી કરી હોવાની તસવીરો સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં ફરી રહેલી આ તસવીરોમાં દેખાતી બોટલમાં ખરેખર વાઈન છે કે કોઈએ મોર્ફ કરીને તસવીરો વાઈરલ કરી છે તે અંગે સવાલ છે. જો કે આ અંગે સુનિતાનો ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવતાં તેનો સંપર્ક સાધી શકાયો નહોતો.

ટ્વિટ મુદ્દે ફેસબુકમાં સ્પષ્ટતા

બે દિવસથી સુનિતા યાદવ નામના ટ્વિટર એકાઉન્ટ પરથી ધડાધડ ટ્વિટ કરવામાં આવી રહ્યાં છે. જેમાં તેણે પોલીસના અધિકારીઓ અને સિસ્ટમ સામે પણ સવાલો ઉભા કર્યા છે. આ ટ્વિટ અંગે સોમવારે સાંજે ફેસબુકમાં એક પોસ્ટ સામે આવી હતી. જેમાં સુનિતાએ પોતે આ ટ્વિટ ન કર્યા હોવાની સ્પષ્ટતા કરી હતી.

સુનિતા સામે રિવર્સ ટ્રેન્ડ

બે દિવસ સુનિતાને સોશિયલ મીડિયામાં સપોર્ટ મળી રહ્યો હતો. જો કે, સુનિતાએ પબ્લિસિટી માટે સ્ટંટ કર્યો હોવાનું લોકોમાં સામે આવતાં સોશિયલ મીડિયામાં રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. સુનિતાના જૂના ફોટો અને તેણે કરેલા કાયદાના ભંગ સહિતના ફોટો હાલ વાઈરલ થઈ રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો