સુરત સિવિલ હોસ્પિટલમાં ખડેપગે કોરોનાની સારવાર કરનારા ફ્રન્ટલાઈન વોરિયર નર્સ રશ્મિતાબેનનું કોરોનાથી મોત
શહેરમાં કોરોના સંક્રમણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી વધી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્તોની સારવાર માટે નર્સિંગ સ્ટાફ અને તબીબો રાતદિવસ મહેનત કરી રહ્યાં છે. કોરોના વોરિયર્સને પણ ચેપ લાગી રહ્યો છે. જેમાં કોરોના સાથે ઝઝૂમી રહેલા મહિલા નર્સનું મોત થતાં ગમગીની છવાઈ ગઈ છે. પરિવારની સાથે નર્સિંગ સ્ટાફે પણ ભારે હૈયે ફ્રન્ટલાઈન વોરિયર એવા રશ્મિતાબેનને વિદાય આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
42 લોકો ઝપેટમાં આવ્યાં
સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ લાંબા સમયથી ભારે જેહમત ઉઠાવી રહ્યા છે. આવા સંજોગોમાં સુરતમાં અત્યાર સુધીમાં ફ્રન્ટ લાઈન કોરોના યોદ્ધા એવા કે સુરત નવી સિવિલ હોસ્પિટલ ડોક્ટર નર્સિંગ સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં કોરોના સંક્રમિત 42 નર્સિંગ સ્ટાફ પૈકી પ્રથમ નર્સનું મોત થતાં ગમગીની છવાઇ ગઇ હતી. જોકે કોરોનામાં સપડાયેલા દર્દીઓને ડોક્ટરો નર્સિંગ સ્ટાફ સહિતનો સ્ટાફ પોતાનો જીવ જોખમમાં મુકી અને ચેપ લાગવાનો ભય વગર ખડેપગે સેવા આપી રહ્યા છે.
ICUમાં દાખલ કરાયેલા
નવસારીમાં ગણદેવી ખાતે રહેતા 57 વર્ષીય રશ્મિતાબેન પટેલ નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા. બાદમાં તેમની તબિયત વધુ બગડતા ICU(ઈન્સેટિવ કેર યુનિટ)માં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના ફરી કોરોના અંગેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમનું અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
દરમિયાન કાલે સવારે તેમનું મોત થતાં તેમના પરિવારજનો અને નર્સિંગ સ્ટાફમાં માતમ છવાઈ ગયો હતો. બાદમાં નર્સિંગ સ્ટાફ તથા ડોક્ટરો સહિતના કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે હાલની પરિસ્થિતિમાં તે સિવિલ ખાતે હોસ્ટેલમાં રહેતા હતા. તેમની થોડા દિવસ પહેલા તેમની તબિયત બગડતા નવી સિવિલમાં દાખલ કર્યા હતા જ્યાં તેમના કોરોનાનો સેમ્પલ લેતા તેમનો રિપોર્ટ બે વખત નેગેટિવ આવ્યો હતો.
સરળ અને શાંત સ્વભાવના હતા
ઈકબાલ કડીવાલા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખએ જણાવ્યું હતું કે, 1963માં જન્મેલા રશ્મિતાબેન બઢતી પામીને સિવિલ હોસ્પિટલમાં આવેલા હતાં. સરળ અને શાંત સ્વભાવના હતાં. તેઓ છેલ્લા 3 મહિનાથી તેઓ હોસ્ટેલમાં રહેતા હતાં. પરંતુ ક્યારેય તેઓ કામની બાબતમાં ના ન પાડતા અને સતત કોવિડ હોસ્પિટલમાં અન્ય વોર્ડમાં પણ ફરજ બજાવતાં હતાં. તેમના પતિ નિવૃત હતાં તેઓ સિંચાઈ વિભાગમાં નોકરી કરતાં હતાં.તેમને ત્રણ સંતાનોમાં બે દીકરીઓ અને એક દીકરાનો સમાવેશ થાય છે.
50 લાખની સહાય મળશે
રાજ્ય સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે, કોરોના વોરિયર્સનું અવસાન થાય તો તેમના પરિવારને 50 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવશે. ત્યારે ફરજ બજાવતી વખતે કોરોના થયા બાદ મોતને ભેટેલા રશ્મિતાબેના પરિવારને રાજ્ય સરકારની સહાય પણ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

