સુરત સિવિલમાં દુષ્કર્મ: સર્વન્ટે રાતના અંધારામાં HIV ગ્રસ્ત દર્દીની પત્નીને દાદરાની નીચે લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું
રાજ્યમાં અવાન નવાર મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ માણસને પહેલી નજરે સાંભળીને ખિન્ન આવી શકે તેવી એક ઘટના સામે આવી છે. સુરત સિવિલ હોસ્પિ.માં દર્દીની પત્ની સાથે દુષ્કર્મ થયું છે. બીજી બાજુ દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતાએ સિવિલ હોસ્પિ.ના સર્વન્ટ ઉપર અનેક આરોપ લગાવ્યા છે. તેણે જણાવ્યું છે કે સર્વેન્ટે પરિણીતાને ખોવાયેલ મોબાઈલ, રોકડ રકમ પરત આપવાની લાલચ આપી હતી. દુષ્કર્મ બાદ સર્વન્ટ ફરાર થતા ફરિયાદ નોંધાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સુરતની નવી સિવિલ હોસ્પિટલના એક સર્વન્ટે બળાત્કાર ગુજાર્યો હોવાનું એક મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે. પતિ HIV દર્દી હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી પતિની સેવા કરનારી પત્ની આજે દુષ્કર્મનો ભોગ બની ગઈ છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતની નવી હોસ્પિટલમાં દાખલ એક દર્દીની પત્નીને મોબાઈલ અને રોકડ આપવાની લાલચ આપી વોર્ડના દાદરામાં લઈ જઈ દુષ્કર્મ કરાયું હોવાનો ગંભીર આક્ષેપ મહિલા પોતાની આપવીતિ જણાવવા નવી સિવિલ હોસ્પિટલમાં ચોંકીએ પહોંચી હતી. નવી સિવિલ હોસ્પિટલના જે વોર્ડમાં સારવાર લઇ રહેલા HIV ગ્રસ્ત દર્દીની 25 વર્ષીય પતિનો મોબાઇલ ફોન ચોરાય ગયો હતો.
નવી હોસ્પિટલના વોર્ડમાં સર્વન્ટ તરીકે ફરજ બજાવતા યુવકે દર્દીની પત્નીને મળીને તેના મોબાઇલ ફોન અને રોકડ રકમ આપવાની લાલચ આપીને વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં તેને મહિલા સાથે વાતચીત કરીને શુક્રવારે રાતે 11 કલાર્ક વોર્ડના દાદરામાં અંધારામાં લઇ જઇને તેણી સાથે શારિરીક સબંધ બાધ્યો હતો. એ પછી સર્વન્ટે મોબાઇલ ફોન કે રોકડ આપ્યા વિના ભાગી છુટયો હતો.
મહિલાએ પોલીસ ફરીયાદ કરવા હોસ્પિટલમાં આમતેમ દોડધામ કરી હતી. એ પછી હોસ્પિટલની પોલીસ ચોકીમાં ફરીયાદ કરવા ગઇ હતી. જ્યાંથી પોલીસ મથકે જવા સુચન કરાયુ હતુ. આમ, સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સર્વન્ટે દર્દીની પત્ની સાથે કરેલા દુષ્કર્મના કારણે ભારે હોબાળો મચી ગયી છે. હોસ્પિટલમાં રાત્રીના સમયે બનેલા બનાવ અંગે હોસ્પિટલના સિક્યુરીટી વોચમેનની કામગીરી સામે શંકા ઊભી થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અમુક ડૉક્ટર અને સર્વન્ટના લીધે દર્દીઓ હાલાકીનો સામનો દ૨રોજ કરે છે, ત્યારે વધુ હોસ્પિટલમાં ચોરી થાય તેવા બનાવો પણ બનવા લાગ્યા છે. ચોર છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓના મોબાઇલ ફોન અને રોકડ સહિત ચીજવસ્તુઓ લઈને નાશી જાય છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
આરોપી આઠ દિવસથી પીછો કરી રહ્યો હતો
પીડિતા મોના(નામ બદલ્યું છે)એ આક્ષેપ કરતા જણાવ્યું કે, 5 વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા અને 4 વર્ષથી પતિને એચઆઈવી અને ટીબી છે. એક સપ્તાહથી પતિ સિવિલમાં દાખલ છે. થોડા દિવસ પહેલા મારો ફોન ચોરાયો હતો. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલનો એક કર્મચારી 8 દિવસથી મારો પીછો કરતો હતો. શુક્રવારે રાત્રે કર્મચારીએ મોબાઈલ અને રોકડ આપવાની લાલચ આપી મને ત્રીજા માળે લઈ જઈ દાદરની નીચે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ શનિવારે રૂપિયા આપવાને બદલે ભાગી ગયો. મુકાદમ ઓફિસમાં ફરિયાદ કરવા ગઈ તો પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા જણાવી કોઈ મદદ કરી નથી.
ઘટના બાદ અચાનક પતિને રજા અપાતા રહસ્ય
રવિવારે સવારે પોલીસ મથકમાંથી પરત આવ્યા બાદ મહિલા પતિને લઈ હોસ્પિટલમાંથી રવાના થઈ ગઈ હતી. જેથી તેને રજા આપી દેવામાં આવી કે પછી તે પોતે જ રજા લઈ રવાના થઈ ગઈ તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

