સુરતમાં 3 બાળકોની માતા પર મકાન માલિકની દાનત બગડી, વારંવાર બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચર્યુ, ‘પત્નીએ હિમ્મત કરી પતિને જણાવી આપવીતી’

સુરત શહેરના ચોકબજાર ખાતે રહેતી અને રત્નકલાકરની 3 બાળકોની માતાના ફોટા પાડીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપીને મકાન માલિકે આ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરણીતાએ આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મકાન મલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતમાં સતત મહિલા અત્યાચારની ફરિયાદો આવી રહી છે ત્યારે વધુ એક પરણીતાને બ્લેક મિલ કરી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. સુરતના ચોકબજાર ખાતે રહેતા અને રત્નકલાકર તરીકે પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારમાં પતિ અને 3 બાળકો સાથે રહેતી હતી. જોકે આ રત્નકલાકર જે મકાનમાં રહેતો હતો તે ભાડાનું મકાન હતું. જેમાં મકાન માલિક પ્રદીપ વલ્લભ ગોંડલિયાની છેલ્લા કેટલાક સમયથી પરિણીતા પર દાનત ખરાબ હતી, જયારે પણ આ 3 બાળકની માતા સાથે વાત કરવાનો સમય મળતો હતો ત્યારે તે ઘરે આવી પહોંચતો હતો અને વાત કરવા સાથે આ પરિણીતાના ફોટા પણ પડતો હતો.

આખરે એક દિવસ આ મકાન માલિકે પરણીતાના ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને તેની શારીરિક શોષણ શરૂ કર્યું હતું. ત્યારબાદ મકાન માલિકે પરણિતા સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યા બાદ પણ તેને બ્લેકમિલ કરતો હતો.

આખરે મકાન માલિકની કરતૂતથી કંટાળેલી આ પરિણિતાએ હિમ્મત કરી સમગ્ર ઘટના પોતાના પતિને કહેતા પતિ પોતાની પત્નીને લઇને પોલીસ મથકે પોંહચ્યો હતો અને મકાન માલિકે વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ ચોકબજાર પોલીસ મથકે નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી, આ મામલે આરોપી એવા મકાન માલિક પ્રદીપની ધરપકડ કરી તેના વીરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો