સુરતના બિલ્ડરે સરકારને કરી ઓફર- મારી કન્સ્ટ્રક્શન સાઈટ પર પાંચ બિલ્ડિંગો તૈયાર છે તેમાં 400 બેડની હંગામી હોસ્પિટલ બનાવો

કોરોના વાયરસને કારણે દેશભરમાં હાહાકાર મચેલો છે. સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરતના સામાજિક કાર્યકર અને બિલ્ડરે સરકારને ઓફર કરી છે તેમની કન્ટ્રક્શન સાઈટ પર પાંચ બિલ્ડિંગ તૈયાર છે તેમાં સરકાર 400 બેડની હંગામી હોસ્પિટલ ઊભી કરી શકે છે.

સામાજિક કાર્યકર પ્રવિણ ભાલાળાએ જણાવ્યું કે, હાલના સમયમાં જે મહામારી ફેલાઈ છે તેમાં આપણે બધાએ સાથે મળીને લડવું પડશે. માત્ર સરકારે જ નહીં પરંતુ સેવાભાવી સંસ્થા, બિલ્ડરો અને ડોક્ટરોએ આગળ આવવું પડશે. મારી વેલંજા ખાતેની કન્ટ્રક્શન સાઈટ પર પાંચ બિલ્ડિંગો તૈયાર છે. તેમાં 200થી વધારે ફ્લેટ છે એટલે કે તેમાં સરકાર ઈચ્છે તો 400 બેડની હંગામી ધોરણે કોરોના માટે સ્પેશિયલ હોસ્પિટલ બનાવી શકે છે. આ અંગે મેં આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને ધારાસભ્યો ઝાલાવાડિયા અને હર્ષ સંઘવીને પણ વોટ્સએપના માધ્યમથી આ અંગે રજૂઆત કરી છે.

ભાલાળાએ વધુમાં જણાવ્યું કે ચીન, અમેરિકા, ઈટાલી જેવા દેશો વિકસિત દેશો છે તેમાં આરોગ્ય લક્ષી સેવાઓ ખુબ સારી છે જ્યારે ભારતમાં સ્થિતિ અલગ છે. ચીને જે રીતે 10 દિવસમાં હોસ્પિટલ ઊભી કરી તેવી રીતે આપણે ઈચ્છીએ તો પાંચ દિવસમાં હોસ્પિટલ બનાવી શકીએ છીએ. જેના માટે બિલ્ડરો અને ડોક્ટરોએ આગળ આવવું જોઈએ.

હાલના મંદીના સમયમાં જે બિલ્ડરોના ફ્લેટ કે સ્કીમનું વેચાણ બાકી છે તેમાં હંગામી ધોરણે હોસ્પિટલ ઊભી કરી શકાય છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલ અને દવાખાના ચલાવતા અનેક ડોક્ટરો શહેરમાં ખાલી બેઠા છે અને તેમની પાસે સ્ટાફ પણ છે ત્યારે તેમને પણ યુદ્ધના ધોરણે કોરોનાની સેવામાં કામે લગાડવા જોઈએ. હાલ તમામ કામ-ધંધા બંધ છે. રોજ કમાઈને રોજ ખાનારાઓ ભુખ્યા મરી રહ્યાં છે. ભિક્ષુકોની હાલત ખરાબ છે ત્યારે આવાન જરૂરિયાત મંદ સુધી ખાવા અને દવાની વ્યવસ્થા કરવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો