ફ્લેટ ધારકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો: સુરતમાં બિલ્ડરે લોનના 1.40 કરોડ ન ભરતા ફાઇનાન્સ કંપનીએ 42 ફ્લેટ સીલ કર્યા
સુરતમાં બિલ્ડર દ્વારા બેંકમાંથી લીધેલી લોનના હપ્તા ન ભરવામાં આવતા બેંક દ્વારા બિલ્ડરના પ્રોજેકટમાં તૈયાર કરવામાં આવેલા 42 જેટલા ફ્લેટને સીલ કરવામાં આવ્યા છે. બિલ્ડરની ભૂલના કારણે ફ્લેટ હોલ્ડરોને મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો છે. આ બિલ્ડીંગમાં જે લોકો રહે છે તેમાંથી મોટા ભાગના લોકોએ બેંકમાંથી લોન પર ફ્લેટ લીધો છે. પણ બધા ફ્લેટ સીલ થતા વગર વાંકે ફ્લેટ હોલ્ડરને હેરાન થવાનો વારો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રિપોર્ટ અનુસાર સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં મદ્રેસા પાસે હેતવી હાઈટ્સ નામની એક બિલ્ડીંગ આવેલી છે. આ બિલ્ડીંગના પ્રોજેક્ટ માટે બિલ્ડર દ્વારા એક ખાનગી ફાઇનાન્સ કંપનીની પાસેથી લોન લેવામાં આવી હતો. બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ લોન લેવામાં આવી હતી. પણ તે લોનની ભરપાઈ કરવામાં આવી નહોતી. હાલ હેતવી હાઈટ્સમાં લોકો રહેવા આવી ગયા અને ફ્લેટ હોલ્ડરોએ બિલ્ડરની પાસેથી આ ફ્લેટની ખરીદી કરી છે. મોટા ભાગના ફ્લેટ હોલ્ડરોએ બેંકમાંથી લોન પણ લીધી છે. પણ બિલ્ડર દ્વારા ફાઇનાન્સ કંપનીને પ્રોજેક્ટના 1.40 કરોડ રૂપિયા ન ચૂકવતા ફાઇનાન્સ કંપની કોર્ટનો ઓર્ડર લઇને આવી હતી અને બિલ્ડીંગના 42 ફ્લેટને સીલ કરવામાં આવ્યા હતા.
આ બાબતે બિલ્ડીંગના પ્રમુખ ઘનશ્યામ ખેનીએ જણાવ્યું હતું કે, અચાનક અમારા બિલ્ડીંગમાં પોલીસનો મોટો કાફલો આવ્યો અને અમે આટલી બધી પોલીસ જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ત્યારબાદ પોલીસની સાથે આવેલા બેંકના લોકો એક પછી એક ફ્લેટનો કબજો લેવા લાગ્યા હતા. એપાર્ટમેન્ટના બધા ફ્લેટ સીલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, બેંક દ્વારા અમને ફ્લેટ માટેની લોન આપવામાં છે પરંતુ બિલ્ડરે લોન લીધી હોય તો અમને કઈ રીતે લોન મળી શકે. આનો મતલબ એ થાય છે કે, બેંકોએ પણ NOC લીધા વગર ધિરાણ કર્યું છે. એટલે બિલ્ડર અને બેંકે સાથે મળીને અમને ફસાવ્યા છે.
આ બાબતે બિલ્ડર બીપીન કથીરીયાએ જણાવ્યું હતું કે, અમારો કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે. મારે ફાઇનાન્સ કંપનીને માત્ર 50 લાખ રૂપિયા ભરવાના બાકી છે. પણ કંપની અમારી પાસેથી 1.39 કરોડ રૂપિયા માગે છે. આ પશ્નોનો નિવેડો ટૂંક સમયમાં આવી જશે. અત્યારે તમામ ફ્લેટના સીલ ખોલાવી આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

