નશામાં ધૂત નગરસેવક! મુખ્યમંત્રીનાં દાવાની નીકળી હવા! સુરતમાં ભાજપનો જ કોર્પોરેટર દારૂના નશામાં ચકચૂર થઈ બિન્દાસ નાચ્યો

થોડા મહિના પહેલાં જ રાજસ્થાનનાં સીએમ અશોક ગેહલોત અને ગુજરાતનાં સીએમ વિજય રૂપાણી વચ્ચે દારૂબંધીની બાબતે બરાબરની જામી હતી. જેમાં અશોક ગેહલોતનાં ગુજરાતમાં દારૂ પીવાય છે તેવાં નિવેદન પર સીએમ રૂપાણીને ખોટું લાગી ગયું હતું. અને તેઓએ આ મામલે અશોક ગેહલોત સામે આકરાં પ્રહાર કર્યા હતા. પણ ખુદ ભાજપનાં જ નેતા અને કોર્પોરેટરો સીએમ વિજય રૂપાણી અને ગુજરાતની ઈજ્જતને કાઢી રહ્યા છે. સુરતમાં દારૂની પાર્ટી માણતા કોર્પોરેટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

સુરતનાં સગરામપુરાના ભાજપનાં કોર્પોરેટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. દારૂના નશામાં ચકચૂર થઈને પિયુષ શિવશક્તિવાળા નારગોલમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે. નારગોલમાં પંચાયતનું મકાન ભાડે રાખી ભાજપ કોર્પોરેટર પોતાના સાથીઓ સાથે મહેફિલની મજા માણી હતી. દારૂ પાર્ટીની અંદરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો. 2થી 5 જાન્યુઆરી વચ્ચે દારૂની મહેફિલ કરી હતી. 12 વ્યક્તિના ગૃપમાં પુત્ર-કાકા-પિતા પણ સામેલ હતા.

તો આ મામલે જ્યારે પિયુષ શિવશક્તિવાળા મામલે લોકોએ કહ્યું કે, મારા માટે દારૂ નવી વાત નથી. મારી પાસે દારૂની પરમિટ છે. હું દારૂ પીવું છું. અમારા સમાજમાં દારૂ પીવો પરંપરા છે. તો થોડીવાર બાદ તેઓએ લૂલો બચાવ કરતાં કહ્યું કે, પાર્ટીમાં કોઈએ દારૂ પીધો ન હતો. ત્યારે જ્યારે ખુદ ભાજપનો જ કોર્પોરેટર જો બિન્દાસ દારૂ પીવાની વાત કરતો હોય ત્યારે ખરેખર ગુજરાતમાં દારૂબંધીની આ સૌથી મોટી મજાક છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો