સુરતમાં દંડની રકમનો ટાર્ગેટ પૂરો કરવા માટે સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો ટોઈંગ ક્રેઈર્ન દ્વારા જપ્ત કરવામાં આવતા હોવાનો વીડિયો આવ્યો સામે

કતારગામ સ્થિત નંદુ ડોશીની વાડી સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો ટોઈંગ ક્રેઈર્ન દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે. સોસાયટીની અંદરથી ક્રેઈર્નના લોકો દ્વારા બાઈક લઈને આવીને બહાર રાખેલી ટોઈંગ ક્રેઈર્નમાં ચડાવતા હોવાનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક ક્રેઈર્નની કામગીરી સામે સવાલો ઉભા કરવામાં આવી રહ્યાં છે. અગાઉ પણ ટ્રાફિક ક્રેઈર્નની કામગીર શંકાના દાયરામાં આવી હોય છે. જેથી ઉપરના લેવલથી તપાસ આપવામાં આવી છે. ત્યારે આ પ્રકારની કામગીરી સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

ટ્રાફિક પોલીસ અને વાહનો ટોઈંગ કરતા લોકો વચ્ચે અવાર નવાર ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે. ઉપરાંત રસ્તા ઉપર ટ્રાફિકને નડતરરૂપ પાર્ક કર્યા હોય તેવા વાહનોને ઊંચકવાનો નિયમ હોવા છતાં પણ ક્રેઇન દ્વારા મનસ્વી રીતે વાહનો ઊંચકી લઇ જવાય છે. અને આવો જ એક વીડીયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે કતારગામ સ્થિત નંદુ ડોશીની વાડી પાસે સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો ટોઈંગ ક્રેઈન દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે.

ટાર્ગેટ પૂરો કરવા કાર્યવાહી થતાના આક્ષેપ

વાયરલ થયેલા ૩૧ સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સોસાયટીના ગેટ નબર ૩ની અંદરથી એક વ્યક્તિ બાઈકને લઈને આવે છે. અને ટોઈંગ ક્રેનમાં મૂકી દે છે. ત્યાં હાજર એક જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો હતો અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટોઇંગ ક્રેન ચાલકોની આવી કામગીરી સામે લોકો રોષ વ્યક્ર્ત કરી રહ્યા છે. માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે જ આ પ્રકારની કામગીરી કરાતી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો