સુરતમાં વીડિયો બનાવવા મામલે તકરાર થતાં ફેશન ડિઝાઇનર યુવતીએ પોલીસ મથકને બાનમાં લીધું, ટીંગાટોળી કરી લઈ જવી પડી!

સુરતમાં વીડિયો બનાવવા જેવી નજીવી બાબતમાં તકરાર થતા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફેશન ડિઝાઇનર યુવતીને એક મહિલા સાથે વીડિયો બનાવવા બાબતે માથાકુટ થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જોકે, ફેશન ડિઝાઇનર યુવતીને આ મામલે ઉમરા પોલીસ મથકમાં લઈ જવાતા તેણે શાંતિથી વર્તવાના બદલે પોલીસ મથક માથે લીધું હતું. યુવાનોમાં આજકાલ સોશિયલ મીડિયામાં વીડિયો (Social Media Videos) બનાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. અને અનેક સ્થળોએ યુવાનો આ પ્રકારના વીડિયો બનાવતા નજરે ચડે છે.

જો કે આ પ્રકારના વડીયો બનાવવાને લઈ સુરતમાં વિવાદ ઉભો થયો હતો. જેને લઈને ફેશન ડિઝાઈનર યુવતીએ (fashion Designer girl) ઉમરા પોલીસ મથક માથે લીધું હતું. વીડિયો બનાવવા બાબતે મહિલા સાથે બબાલ થતા યુવતીને પોલીસ મથકે લઈ જવાઈ હતો. જેને લઈને પોલીસે (Surat Police) હંગામો મચાવનાર યુવતી વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી છે.

આજના આધુનિક યુગમાં લોકોમાં મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે. અને જાણે લોકોને મોબાઈલની લત લાગી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. જેમાં ખાસ કરીને આજ કાલ યુવાઓમાં અવનવા વીડિયો બનાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. અને વીડિયો બનાવવાને લઇ કેટલીક વખત વિવાદ ઉભા થાય છે અને મામલો પોલીસ મથક સુધી પહોચી જાય છે.

ત્યારે સુરતમાં પણ વીડિયો બનાવવાને લઈ ફેશન ડિઝાઈનર યુવતી એ ઉમરા પોલીસ મથક માથે લીધું હતું. 19 વર્ષીય યુવતી અને તેનો મિત્ર અબ્દુલ મજીદનઝીર ની અટકાયતી પગલાં ભરતા હંગામો મચાવ્યો હતો. યુવતી પોતાના મિત્ર સાથે વોક વે પર ફરવા ગઈ હતી અને વીડિયો ઉતારી રહી હતી ત્યારે પાણી વેચનાર મહિલાએ વીડિયો ઉતારવાની ના પાડી હતી.

જે બાબતે અબ્દુલ અને પાણી વેચનાર મહિલા રશ્મિ વચ્ચે બબાલ થઈ હતી. જેથી પાણી વેચનાર રશ્મિ એ 181માં ફોન કર્યો હતો. જેથી બંને પક્ષકારને ઉમરા પોલીસ મથક લઈ જવાયા હતા. જ્યાં અબ્દુલ સામે અટકાયતી પગલાં ભરવામાં આવતા તેની મિત્ર યુવતી હંગામો મચાવ્યો હતો. અને ઉમરા પોલીસ મથક બહાર સુઈ જઈ નૌટંકી કરી હતી. મહિલા પોલીસના વારંવાર સમજાવવા છતાં યુવતી ન માનતા પોલીસે સખ્તાઈ કરવી પડી હતી અને પોલીસે હંગામો મચાવનાર યુવતી વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો