સુરત: શેરડી લદાયેલી ટ્રકની વધુ પડતી ઝડપે વિદ્યાર્થિનીનો જીવ લઈ લીધો, વિદ્યાર્થિની પરીક્ષા આપવા જાતે નીકળી ને માર્ગમાં જ કાળ ભરખી ગયો

બારડોલીની ઉમરાખ કોલેજમાં એમસીએમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિની સોમવારની પરીક્ષા શરૂ થઈ હોય, પ્રથમ દિવસે પિતા કોલેજ સુધી મુકી ગયા હતાં. મંગળવારે વિદ્યાર્થિની પોતાની જાતે મોપેડ પર નીકળી જવા તૈયાર થઈ હતી. સવારે મોતા ગામની સીમમાં પસાર થતી હતી. દરમિયાન શેરડી ભરેલી ટ્રકના ચાલકે પૂરઝડપે હંકારી લાવી મોપેડને અડફેટે લેતા અકસ્માત થયો હતો. વિદ્યાર્થિની પાછલા વ્હીલમાં આવી જતાં ઘટના સ્થળે જ મોત થયું હતું.

મોપેડને અડફટેમાં લેતા અકસ્માત થયો હતો

કામરેજ તાલુકાના કોળી ભરથાણા નવું ફળિયામાં રહેતાં વિજયભાઈ અરવિંદભાઈ પટેલ ખેડૂત છે. તેમના 3 સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. નાનો દીકરો 12માં ધોરણમાં અભ્યાસ કરે છે. જ્યારે 20 વર્ષીય દીકરી ઋત્વા પટેલ બારડોલી ખાતે આવેલ ઉમરાખની વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઓફ એમસીએમાં પહેલા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. સોમવારથી પરીક્ષા શરૂ થઈ હોય, પ્રથમ દિવસે ઋત્વા પટેલને તેમના પિતા કેલોજ સુધી મુકવા ગતા હતા. જ્યારે મંગળવારે પોતાની જાતે જ મોપેડ પર નીકળી જવાની વાત કરી હતી અને સવારે મોપેડ (GJ-05-ET-9974) પર કોલેજ આવવા નીકળી હતી. બારડોલી તાલુકાના મોતા ગામની સીમમાંથી પસાર થતી હતી. દરમિયાન શેરડી ભરેલી ટ્રક (GJ-05T-0232)નો ચાલક પૂરઝડપે હંકારી લાવી વિદ્યાર્થિની ઋત્વા પટેલની મોપેડને અડફટેમાં લેતા અકસ્માત થયો હતો.

માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા થવાથી સ્થળ પર જ મોત

ટ્રકના પાછળના વ્હીલમાં વિદ્યાર્થિની આવી જતાં માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા થવાથી સ્થળ પર જ મોત થયું હતું. વિદ્યાર્થિનીના મોતની જાણ થતાં ગામમાં અને કોલેજમાં શોકનું વાતાવરણ છવાયું હતું. ઘટના અંગે બારડોલી પોલીસમાં આશીષ નટવરભાઈ પટેલે ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતાં ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

મંગળવારની ઇન્ટરનેટ પરીક્ષા રદ કરાઈ

ઉમરાખ એમસીએ કોલેજની આશાસ્પદ વિદ્યાર્થિની ઋત્વા પટેલનું માર્ગ અકસ્માતમાં મોત થતાં કોલેજમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું. મંગળવારની ઈન્ટરનેટ પરીક્ષા પણ આ ઘટનાથી રદ કરી હતી. વિદ્યાર્થીઓએ મૌન પણ પાળ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો