સુરતમાં પતિ સાથે સંબંધ રાખનાર વિધવા મહિલાને કથિત પ્રેમીની પત્નીએ ઈંટ મારી માથું ફોડી નાંખ્યું, વચ્ચે પડેલા તેના પુત્રને પણ ઢોર માર માર્યો

સુરતમાં (surat city news) પ્રેમ સંબંધને લઈ તકરારનાં અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે કતારગામ દરવાજા (katargam darvaja) પાસે રહેતી 35 વર્ષીય વિધવા મહિલાને (Widowed woman) ગુરુવારે બપોરે જાહેરમાં કથિત પ્રેમીની પત્ની સહિત પરિવારના સભ્યોએઓ ઝઘડો કરી માથામાં ઈંટ મારી હતી. તેમજ તેને બચાવવા વચ્ચે પડેલા તેના પુત્રને પણ ઢોર માર માર્યો હતો. બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદ (woman complaint) લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતમાં એક વિધવા મહીલાને અન્ય યુવતીનાં પતિ સાથે પ્રેમસંબંધ રાખવાનું ભારે પડ્યું હતું. પ્રેમસંબંધ રાખનાર વિધવા મહીલાને પત્નીઓએ માથુ ફાડી નાંખ્યું હતી. જેને લઈને ચકચાર મચી જવા પામી હતી. ચોકબજાર પોલીસના જણાવ્યા મુજબ કતારગામ દરવાજા સાંઈબાબાના મંદિર સામે શિવનગર ઝુપડપટ્ટીમાં રહેતા દક્ષાબેન કમલેશભાઈ પરદેશી (ઉ.વ.૩૫) સમોસાઓનો વેપાર કરી પરિવારમાં બે છોકરા અને એક છોકરીનું ભરણપોષણ કરે છે. દક્ષાબેન છેલ્લા દસ વર્ષથી નિલેશ સદાફળે સાથે રિલેશનમાં રહે છે.

દરમિયાન ગઈકાલે બપોરે ઘરે હતા તે વખતે નિલેશભાઈ સદાફળેની પત્ની હિનાબેન, સોનલબેન, પ્રતિક અને રાહુલ ઘરે આવી નિલેશભાઈ પરણેલા છે તો પણ તમે કેમ એમની સાથે સંબંધ રાખો છો. તેમ કહેતા દક્ષાબેને નીલેશ સામેથી મને ફોન કરી વારંવાર મળવા માટે બોલાવે છે તેમ કહેતા હિનાબેન ઉશ્કેરાઈને ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યા હતા અને ગાલના ભાગે બે તમાચા માર્યા હતા જયારે સોનલબેને નજીકમાં પડેલી ઈંટ માથાના ભાગે મારી લોહીલુહાણ કર્યા હતા. દક્ષાબેનને બચાવવા માટે તેનો 15 વર્ષનો પુત્ર વચ્ચે પડતા પ્રતિક અને રાહુલે તેને ઢીકમુક્કીનો મારમાર્યો હતો.

નીલેશ સાથે સંબંધ રાખીશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જેથી સમગ્ર બનાવ અંગે દક્ષાબેનએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હિનાબેન, સોનલેબન, પ્રતિક અને રાહુલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

આ ઉપરાંત સુરતમાં અન્ય એક હુમલાનો બનાવ બન્યો હતો. સુરતના વરાછા એલ.એચ.રોડ વિસ્તારમાં રહેતા અને સાત મહિના પહેલા ભાવનગર ખાતે કોર્ટમાં ઓ પ્રેમ લગ્ન કરનાર યુવક ઉપર ગઈકાલે સવારે પુણાગામ અર્ચના સ્કુલ પાસે પત્નીના કાકા અને ભાઈએ પ્રેમલગન્ની અદાવત રાખી લાકડાના ફટકાથી જીવલેણ હુમલો કર્યો હતો. બનાવ અંગે યુવકની પત્નીએ હુમલો કરનાર તેના કાકા અને ભાઈ સામે પોલીસમાં ફરિયાઓદ નોધાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો